Surat Viral Video : સુરતમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈની ભાઈગીરી તો જુઓ, નિર્દોષ પર કેવા દંડા વરસાવ્યા

આ વિડીયો સુરતના (Surat ) ડિંડોલી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ડિંડોલી ઓમનગર ખાતે પૂર્વ નગરસેવક દયા શંકરના ભાઈ, કૃપા શંકર આ વિડીયોમાં હોવાનું કહેવાય રહ્યું છે.

Surat Viral Video : સુરતમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈની ભાઈગીરી તો જુઓ, નિર્દોષ પર કેવા દંડા વરસાવ્યા
Former BJP corporator's brother's bully came(File Image )
| Updated on: Aug 24, 2022 | 12:38 PM

સુરતમાં (Surat )ભાજપના પૂર્વ કોર્પોરેટરની (Counciller )ભાઇગીરીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ(Viral ) થઇ રહ્યો છે. અને લોકો તેના પર ટિપ્પણી પણ કરી રહ્યા છે. ભાઈ ભાજપનો પૂર્વ નગરસેવક હોવાનો રુઆબ રાખીને એક નિર્દોષ ફ્રુટવાળાને ફટકારતા દેખાતા તેની નિંદા પણ કરવામાં આવી રહી છે.

આ વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ડિંડોલી ઓમનગર ખાતે પૂર્વ નગરસેવક દયા શંકરના ભાઈ કૃપા શંકર આ વિડીયોમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. અને તેના દ્વારા દંડ વડે કેળા વેંચતા એક ફ્રુટવાળાને દંડા વડે જાહેરમાં જ માર મારવામાં આવી રહ્યો છે.

જોકે આ ફળવાળાને શા માટે માર મારવામાં આવ્યો તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ નગરસેવકના ભાઈને જાણે કાયદો વ્યવસ્થા કે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે જાતે જ કાયદો હાથમાં લઈને દંડાવાળી કરી રહ્યો છે. ત્યારે વાત એ છે કે કેમ આમ કરવાની જરૂર કેમ પડી ? તેને આવો હક કોણે આપ્યો ? એવા ઘણા પ્રશ્નો હાલ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ જુઓ વિડીયો :