Surat : ડિંડોલીમાં જાહેરમાં તલવારથી કેક કાપનાર બે યુવકોની ધરપકડ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી

પોલીસે વીડિયો વાયરલ થયા બાદ તપાસ હાથ ધરતાં મયુર રાઠોડ અને નવસારી બજાર ખાતે રહેતા તેના પિતરાઈ ભાઈ શિવસિંહ ઠાકોરની ત્રણ તલવાર અને રેમ્બો છરા સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surat : ડિંડોલીમાં જાહેરમાં તલવારથી કેક કાપનાર બે યુવકોની ધરપકડ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી
ડિંડોલીમાં જાહેરમાં તલવારથી કેક કાપનાર બે યુવકોની ધરપકડ
| Edited By: | Updated on: Mar 21, 2022 | 5:20 PM

સુરત (Surat) શહેરમાં વધતી ગુનાખોરીને જોતા સુરત પોલીસે થોડા દિવસો પહેલા જ શહેરના અલગ અલગ પોલીસ (Police) મથક વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો કબ્જે કરવા ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. છતાં આવા તત્વો સામે કડક કાર્યવાહી થઈ શકી નથી, તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં જાહેરમાં તલવાર (sword)  વડે જન્મ દિન (Birthday) ની ઉજવણી કરતો વીડિયો (Video) વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. અસામાજીક તત્વોમાં જાણે પોલીસનો કોઈ પણ જાતનો ડર ન હોય તેમ બિન્ધાસ્ત જાહેરમાં તલવાર વડે કેક કાપીને જન્મ દિનની ઉજવણી કરતો વીડિયો વાયરલ થતાં બાદ હવે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ જવા પામી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ડિંડોલીના સ્વસ્તિક વિલા ખાતે રહેતા 19 વર્ષીય મયુર સુરેશ ઠાકોર અને તેના પિતરાઈ ભાઈ સહિતના મિત્રો દ્વારા જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કાયદા – વ્યવસ્થાને અભરાઈ પર ચઢાવતાં આ તત્વો દ્વારા જાહેરમાં તલવાર વડે કેક કાપીને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે વીડિયો વાયરલ થયા બાદ તપાસ હાથ ધરતાં મયુર રાઠોડ અને નવસારી બજાર ખાતે રહેતા તેના પિતરાઈ ભાઈ શિવસિંહ ઠાકોરની ત્રણ તલવાર અને રેમ્બો છરા સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતી વેબ સિરીઝ ‘બસ, ચા સુધી’ પોતાની નવી સફર માટે તૈયાર

આ પણ વાંચોઃ Surat: સિવિલમાં હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયા બાદ 100 વિદ્યાર્થીઓના સ્થળાંતરનો સિવિલના તંત્ર દ્વારા નિર્ણય

Published On - 5:04 pm, Mon, 21 March 22