Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય, 19 જુલાઇથી ઓફલાઇન પરીક્ષા યોજાશે

|

Jun 30, 2021 | 11:07 AM

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (veer Narmad south Gujarat university) દ્વારા પણ ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 19 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા યોજાશે.

Surat : શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ તેમજ કોલેજોને જુલાઈ 2021માં ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવા પરવાનગી આપવામાં આવી છે. જુલાઈ 2021 દરમિયાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને પોતાની અનુકૂળતા મુજબ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરી શકશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (veer Narmad south Gujarat university) 19 જુલાઇથી ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 19 જુલાઈથી બીએ, બીકોમ, બીએસસી, બીબીએ સેમેસ્ટર-6ની પરીક્ષા રેગ્યુલર લેવાશે.

એમકોમ, એમએ, એમએસસી સેમેસ્ટર-4ની રેગ્યુલર પરીક્ષા લેવા આયોજન કર્યું છે.એક્સટર્નલ અભ્યાસક્રમની પરીક્ષાઓ 29 જુલાઇથી લેવાશે. બીબીએ સેમેસ્ટર-6ની પરીક્ષા પહેલા વાઇવા પૂરા કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આમ, હવે યુનિવર્સિટી તેમજ કોલેજોમાં ઓનલાઈન પરિક્ષાઓને બદલે ઓફલાઇન પરિક્ષાઓને મંજુરી મળતા વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામમાં ઉભી થતી મુશ્કેલીઓ દૂર થશે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ 82 ટકા વિદ્યાર્થીઓ એન્ડ્રોઇડ મોબાઈલ અથવા ટેબ્લેટથી અને 18 ટકા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અથવા લેપટોપથી પરીક્ષા આપી રહ્યા છે.

નોંધનીય છે કે, કોરોનાનું સંક્ર્મણ કાબૂમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University ) દ્વારા ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 તબક્કામાં પરીક્ષા યોજાશે. આગામી 8 અને 22 જુલાઇથી બે તબક્કામાં UG,PG અને એક્ટર્નલ થઈને કુલ 65 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા અલગ-અલગ કોલેજોમાં પરીક્ષાનું ટાઈમટેબલ મોકલવામાં આવ્યું છે. પરીક્ષા સમયે કોઈ વિધાર્થી કોરોના સંક્રમિત ના થાય તે માટે સરકારની SOP મુજબ પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ દરેક વિધાર્થીને કેન્દ્રમાં પ્રવેશ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરાવવામાં આવશે.

Next Video