હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા હોળી(Holi)પર્વની ઉજવણી સાથે જ લાખો કિલો લાકડાનું આંધણ અટકે એ માટે વૈદિક હોળી ( Vedic Holi) પ્રગટાવવાની ઝુંબેશ રંગ લાવી રહી છે . છેલ્લા ઘણા વર્ષોથી વૈદિક હોળીની ઝુંબેશ , સંકલ્પયાત્રાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે . દરમિયાન ગૌવંશના સંવર્ધન અને પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે ગૌપ્રેમીઓ , ગૌશાળાઓ , પ્રબુદ્ધ નાગરીકો પણ કટીબદ્ધ થયા છે . ગત વર્ષે સુરતની(Surat) ચાર જાણીતી , મોટી ગૌશાળાઓ દ્વારા 95 ટન ગોબરસ્ટીક બનાવાઇ હતી . તે સામે આ વર્ષે લોકજાગૃતિને જોતાં 200 ટન ગોબરસ્ટીક બનાવવાનો નિર્ધાર કર્યો છે. સુરત પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત સુતરિયાએ જણાવ્યુ હતુ કે , વૈદિક હોળી માટે હાલમાં રોજની 10 થી વધારે ઇન્કવાયરી આવી રહી છે . મોટી સોસાયટી અને મોટા પાયે થતા હોળીકાદહનના કાર્યક્રમોમાં 500 કિલો ગોબરસ્ટીકની માંગ રહે છે . નાના પાયે કે સામાન્ય આયોજનોમાં 300 કિલો સુધીની ગોબરસ્ટીકની માંગ રહે છે . તેને જોતાં 70 હજાર કિલો ગોબરસ્ટીક અને સરેરાશ 300 કિલોની ગણતરી કરીએ તો 250 જેટલી વૈદિક હોળી પ્રગટાવી શકાશે .
હાલમાં સુરત પાંજરાપોળ ટ્રસ્ટની ચારેય શાખા મળીને 8 હજાર પશુઓનું જતન , સંવર્ધન થઇ રહ્યું છે . એક પશુ માટે રોજનું સરેરાશ 70 રૂપિયા જેટલા નિભાવ ખર્ચની જરૂરિયાત રહે છે . દરમિયાન ગાયના છાણામાંથી બનતી ગોબરસ્ટીક થકી ગૌમાતાના સ્વાવલંબન સાથે સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવશે.
પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે છ ગણી ગોબરસ્ટીક બનાવવાનો સંકલ્પ કરાયો છે . ગત વર્ષે 12 ટન સામે આ વર્ષે 70 ટન ગોબરસ્ટીક બનાવાઇ છે . જ્યારે પીપોદરાની એલ.બી.ગૌક્રાંતિ સંસ્થામાં આ વર્ષે 20 ટકાના વધારા સાથે 70 ટન , કોસાડ રોડની હરી ગૌશાળામાં ગત વર્ષે 10 ટન સામે આ વર્ષે 25 વૈદિક ગોબરસ્ટીક બનાવવાનો નિર્ધાર કરાયો છે .
જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં વૈદિક હોળી પ્રગટે એ માટે ગૌરક્ષકો , ગૌશાળા , પ્રબુદ્ધ નાગરીકો આગળ આવ્યા છે .આમ, ગણતરીના વર્ષમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં જાગૃતિની લ્હેર ફૂંકાતા ગૌશાળાઓએ બમણા જોર સાથે ઝુંબેશમાં ઝંપલાવ્યું છે .વૈદિક હોળી વૈદિક પરંપરાને આધારિત પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે વૈદિક હોળી પ્રગટાવવાનો વધેલો વ્યાપ 200 ટન ગોબર સ્ટીકથી હોળી કરવા જનજાગૃતિ અભિયાન એલ.બી.ગૌક્રાંતિ , સુરત પાંજરાપોળ , શ્રી હરિ ગૌશાળા , સોમોલાઇ હનુમાન ગૌશાળાનો સંકલ્પ રંગ લાવશે ૭૦ ટન ગોબરસ્ટીકથી ૨૫૦ વૈદિક હોળી પ્રગટાવાશે.
આ પણ વાંચો : Gujarat: અમદાવાદમાં PM મોદીના રોડ શોમાં કેસરીયા ટોપી બની ખાસ આકર્ષણનું કેન્દ્ર, સુરતમાં તૈયાર થઇ છે ડિઝાઈન
આ પણ વાંચો : અંબાજીમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે, સરકારે 5 કિલોમીટર લાંબા બાયપાસને આપી મંજૂરી