Surat : મચ્છરોનો ત્રાસ દૂર કરવા લોકોની ફરિયાદ સામે સરકારી જવાબ, મચ્છરદાનીનો ઉપયોગ કરો

|

Feb 19, 2022 | 6:00 PM

હાલમાં જ બજેટ સત્રની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021 માં મનપા દ્વારા બજેટમાં ખાડી માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

Surat : મચ્છરોનો ત્રાસ દૂર કરવા લોકોની ફરિયાદ સામે સરકારી જવાબ, મચ્છરદાનીનો ઉપયોગ કરો
People protest for mosquitoes problems with net in Puna gam (File Image )

Follow us on

શહેરના(Surat ) પુણા વિસ્તારમાં પસાર થતી ખાડી કિનારે વસવાટ કરી રહેલા નાગરિકો(Citizens ) દ્વારા છેલ્લા બે-ત્રણ મહિનાથી કાયમી મચ્છરોના (Mosquitoes ) ઉપદ્રવ સંદર્ભે મહાનગર પાલિકાના વહીવટી તંત્ર સમક્ષ ફરિયાદ કરતાં જે જવાબ મળ્યો છે તે વાંચીને નાગરિકો માથું ખંજવાળતા થઈ ગયા છે. જો કે , આજે મચ્છરોના ઉપદ્રવને પગલે ન છૂટકે સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પુણા વિસ્તારમાં લક્ષ્મણ નગરથી લઈને સરદાર માર્કેટ સુધીના વિસ્તારમાં 50 થી 60 સોસાયટીઓ આવેલી છે.

આ સોસાયટીઓ ખાડી કિનારે હોવાને કારણે ત્યાં વસવાટ કરતા નાગરિકોને કાયમી ધોરણે ગંદકી દુર્ગંધ અને મચ્છરોના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે સ્થાનિકો દ્વારા વરાછા ઝોન એમાં મહિના પહેલા ફરિયાદ કરવામાં આવી હતી. જે સમસ્યા દૂર કરવાને બદલે નાગરિકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. આ ઉડાઉ જવાને બદલે આજે સ્થાનિકોએ મચ્છરદાની પહેરીને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કર્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કાલે પાણીની સમસ્યા થશે તો કોલ્ડ્રીંક્સ પીવાનું કહેશે
ખાડી કિનારે મચ્છરોના કાયમી ઉપદ્રવની ફરિયાદો વચ્ચે વહીવટી તંત્રના સાવ ઉડાઉ જવાબને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકોએ જણાવ્યું હતું કે, કાલે ઉઠીને જો અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવશે તો આ જ વહીવટી તંત્ર અમને કોલ્ડ્રીંક્સ પીવાનું જણાવશે. સુવિધા આપવા અને સમસ્યા દુર કરવાને પગલે આ રીતના જવાબ આપનાર અધિકારીઓના પાપે જ લોકોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાડી સફાઈ મુદ્દે તંત્રની કટિબદ્ધતા પર પ્રશ્નાર્થ
હાલમાં જ બજેટ સત્રની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021 માં મનપા દ્વારા બજેટમાં ખાડી માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે ડ્રેનેજ વિભાગ દ્વારા માત્ર 17 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સ્થિતિને પગલે પણ તંત્ર દ્વારા ખાડી સમસ્યા અને સાફ-સફાઈ માટે કેટલું કટિબદ્ધ છે તે સાબિત થાય છે.

આ પણ વાંચો : Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો

આ પણ વાંચો : Punjab Assembly Elections 2022 : નવજોત સિંહ સિદ્ધુએ વિરોધીઓ પર સાધ્યું નિશાન, કહ્યું- કેપ્ટન અમરિંદર અને સુખબીર સિંહ બાદલ એક જ સિક્કાની બે બાજુ

Next Article