Surat : સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા બે જુનિયરને દોડવાની સજા આપવામાં આવી

|

Mar 21, 2022 | 6:42 PM

મુખ્ય સિનિયર રેસિડેન્ટ ડોકટર ગાળો આપી જુનિયર ડોકટરોને અપમાનિત કરી રહ્યો હતો.આ બાબતે જયારે આ રીતની સજા કરનાર સિનિયર રેસિડેન્ટ ડોકટર સાથે વાત કરવામાં આવી ત્યારે તેને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્કનો ભાગ ગણાવ્યો હતો.

Surat : સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા બે જુનિયરને દોડવાની સજા આપવામાં આવી
સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા બે જુનિયર રેસિડેન્ટને દોડવાની સજા આપવામાં આવી

Follow us on

સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) સંચાલિત સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોકટર (resident doctor)  કઈ રીતે જુનિયર રેસિડેન્ટ પર ત્રાસ અને અત્યાચાર ગુજારી રહ્યાં છે. તે સમગ્ર ઘટનાના દ્રશ્યો વીડિયોમાં કેદ કરવામાં આવ્યા છે. એટલુંજ નહીં ત્રાસ ગુજારનારા ડોકટરો આને ટ્રેનિંગનું કહી રહયા છે.જયારે વીડિયોમાં કંડારેલા દ્રશ્યો જોઈ પોતે ડીન અને ઓર્થોપેડિક (Orthopedic)  વિભાગના એચઓડી પણ ચોકી ગયા છે અને તેમણે આ બધું ખોટું અને હેરાનગતિ કરાઈ રહી હોવાનું સ્પષ્ટ કહીને આ મામલે તાત્કાલિક તપાસ શરૂં કરી દીધું છે.

સ્મીમેર હોસ્પિટલના કેઝયુલીટી વિભાગની બહાર શનિવારે રાત્રે 10 થી 11 વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યાં હતા.એક ડોકટર કેઝયુલીટીથી લઇ મુખ્ય કેસબારી અને ત્યાંથી પહેલા માળ સુધી દોડતો દેખાઈ રહ્યો હતો.તે લગભગ અર્ધો કલાકથી પણ વધુ સમયથી આ રીતે દોડી રહ્યો હતો.જેના લીધે તેનો શ્વાસ ફૂલવા લાગ્યો હતો અને પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો.આ બાબતે તેની સાથે વાત કરવાના પ્રયત્નો કરતા તે એકદમ ઘબરાયેલો હતો અને કઈ પણ કેહવા માટે ડરી રહ્યો હતો.જોકે તેને આ રીતે સજા કરવામાં આવી છે બસ એટલું જ તેનું કહ્યું હતું. ત્યાર બાદ પાછો દોડવા લાગ્યો હતો. એટલું જ નહીં આ જ પ્રકારની સજા અન્ય એક જુનિયર ડોકટરને પણ કરવામાં આવી હતી.

અને આ બધું કેઝયુલીટી વિભાગની બહાર બેસેલા કેટલાક સિનિયર રેસિડેન્ટ ડોકટરો દ્વારા કરાવવામાં આવી રહ્યું હતું.એટલુંજ નહીં આ પ્રકારની સજા કરનાર જે મુખ્ય સિનિયર રેસિડેન્ટ ડોકટર હતો તે ગાળો સુદ્ધાં આપી રાહ્યો હતો અને ત્યાંથી આવતા હતા દર્દી,સગા સંબધી તેમજ સ્ટાફ સામે જ આ જુનિયર ડોકટરોને અપમાનિત કરી રહ્યો હતો.આ બાબતે જયારે આ રીતની સજા કરનાર સિનિયર રેસિડેન્ટ ડોકટર સાથે વાત કરવામાં આવી ત્યારે તેને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્કનો ભાગ ગણાવ્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જોકે આ સમગ્ર ઘટનાંના વિડીયો જયારે મેડિકલ કૉલૅજના ડીન અને ઓર્થોપેડિક વિભાગના એચઓડીએ જોયા ત્યારે તેઓ પણ ચોકી ગયા હતા અને આ કોઈ ટ્રેનિંગ કે પાર્ટ ઓફ વર્ક નહીં તેવું સ્પષ્ટ કહ્યું હતું.અને આ રીતની સજા કરનારા ડોકટરો સામે તાતકાલિક તપાસ અને પુછપરછ શરૂં કરી દેવામાં આવી હતી.

આ એક પ્રકારની હેરાનગતિ જે છે :એચઓડી

આ સમગ્ર મામલે ઓર્થોપેડિક વિભાગના એચઓડી ડો.જનક રાઠોડ સાથે વાત કરવામાં આવી હતી.ત્યારે તેઓએ પણ વિડીયો જોયા બાદ આ સમગ્ર ઘટનાને એક પ્રકારની હેરાનગતિ અને હેરેસમેન્ટ ગણાવ્યું હતું.આ કોઈ પ્રકારની ટ્રેનિંગ નથી ,કે પાર્ટ ઓફ વર્ક નથી તેવું કહ્યું હતું.આ રીતે કોઈ ટ્રેનિંગ આપવામાં આવતી નથી.આ ખોટું છે.આ આ મામલે નેશનલ કાઉન્સિલમાં ફરિયાદ કરવામાં આવશે.

આ સમગ્ર મામલે તપાસ કરી એક્શન લેવામાં આવશે :ડીન

સ્મીમેર હોસ્પિટલ મેડિકલ કોલેજના ડીન.ડો દિપક હોવલેએ આ મામલે કહ્યું હતું કે આ ખોટું છે.યોગ્ય નથી.આ સમગ્ર મામલે ઈન્કવાયરી કરવામાં કરવામાં આવશે અને જે પણ કસૂરવાર રહેશે તેના વિરુદ્ધ એક્શન લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Surat : સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા બે જુનિયરને દોડવાની સજા આપવામાં આવી

આ પણ વાંચોઃ Surat : ડિંડોલીમાં જાહેરમાં તલવારથી કેક કાપનાર બે યુવકોની ધરપકડ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી

Published On - 6:10 pm, Mon, 21 March 22

Next Article