Surat: આવક ઉભી કરવા કોર્પોરેશન હવે ખુલ્લા પ્લોટ શાળાઓને રમતગમતના મેદાન માટે ભાડે આપશે

|

Jul 01, 2022 | 12:56 PM

એક સમયની ધનાઢય ગણાતી સુરત મહાનગરપાલિકાની તિજોરી હવે તળિયે પહોંચવા લાગી છે. અને આ જ કારણ છે કે આવકના સ્ત્રોતો ઉભા કરવા માટે કોર્પોરેશન કામ કરી રહી છે. આ પહેલા શહેરના ગાર્ડન, ટ્રાફિક સર્કલ પીપીપી ધોરણે ચલાવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો હતો, અને ઓપન પ્લોટ લગ્નસરા સિવાય શાળાના બાળકોને રમતગમત માટે પણ ભાડે આપવાનું નક્કી કર્યું છે.

Surat: આવક ઉભી કરવા કોર્પોરેશન હવે ખુલ્લા પ્લોટ શાળાઓને રમતગમતના મેદાન માટે ભાડે આપશે
પ્રતિકાત્મક તસવીર

Follow us on

એક સમયની ધનાઢય ગણાતી સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation) તિજોરી હવે તળિયે પહોંચવા લાગી છે. અને આ જ કારણ છે કે, આવકના સ્ત્રોતો ઉભા કરવા માટે કોર્પોરેશન કામ કરી રહી છે. આ પહેલા શહેરના ગાર્ડન, ટ્રાફિક સર્કલ પીપીપી ધોરણે ચલાવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો હતો, અને ઓપન પ્લોટ લગ્નસરા સિવાય શાળાના બાળકોને રમતગમત માટે પણ ભાડે આપવાનું નક્કી કર્યું છે. સ્થાયી સમિતિએ અઠવા ઝોનમાં એક ખાનગી શાળાની બાજુમાં આવેલ ખુલ્લો પ્લોટ છ મહિનાના ભાડે રમત-ગમતના મેદાન હેતુ આપવાનો નિર્ણય કર્યો છે. રમત-ગમતના મેદાન ન ધરાવતી શાળાઓ માટે આ નિર્ણય ખૂબ જ ઉપયોગી બની રહે તેમ છે.

કોર્પોરેશન માટે નવો આવકનો સ્ત્રોત ઉભો થશે :સ્થાયી ચેરમેન

સ્થાયી અધ્યક્ષે જણાવ્યું કે, જો શાળાની બાજુમાં સુરત મહાનગરપાલિકાની ખુલ્લી જગ્યા ઉપલબ્ધ હોય અને એ જગ્યાનો નજીકના ભવિષ્યમાં અન્ય કોઇ આયોજન માટે ઉપયોગ થનાર ન હોય તો તેવા કિસ્સામાં શાળાઓમાં મેદાન હેતુ માંગણી કરવામાં આવે તો સકારાત્મક રીતે જરૂર વિચાર કરાશે. જેનાથી ખૂલ્લી જગ્યાની સ્વચ્છતા સહિતની મેઇન્ટેનન્સની કામગીરી પણ થઇ શકશે અને કોર્પોરેશનને પણ આવક પણ મળી રહેશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ એક અગત્યનો નિર્ણય કહી શકાય જેનાથી નજીકના ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકાને સારી આવક ઉભી થવાની પણ અપેક્ષા છે. કારણ કે અત્યારસુધી કોર્પોરેશનના ઓપન પ્લોટ ફક્ત સામાજિક કે ધાર્મિક પ્રસંગો માટે જ ભાડાથી આપવામાં આવતા હતા. પણ આ પહેલી વાર હશે જ્યારે શાળાને વિદ્યાર્થીઓના રમતગમત માટે ઓપન પ્લોટ કે મેદાન ભાડે આપવાનું શરૂ કરાયું છે.

કોર્પોરેટરો સર્વિસ ગલીમાં સિમેન્ટ કોન્ક્રીટના બ્લોક નાંખવા ગ્રાન્ટ આપી શકશે

શહેરમાં જૂની સોસાયટીઓ, ગલીઓ, મહોલ્લાઓમાં પાછળના ભાગે સર્વિસ ગલીના ભાગમાં હવે કોર્પોરેટરો ગ્રાન્ટમાંથી સીમેન્ટના બ્લોક મૂકાવી શકશે. કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી વોર્ડ વિસ્તારોમાં કરવાના કામોની યાદીમાં હવે સીમેન્ટ બ્લોક્સ મૂકાવવા માટેનો કામનો પણ સમાવેશ કરવામાં આવશે. સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, ખાસ કરીને સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન જેવાં વધુ ગીચ વસતિ ધરાવતાં વિસ્તારોમાં જૂની સોસાયટી, ગલીઓ, મહોલ્લાઓમાં પાછળના ભાગે સર્વિસ ગલી હોય છે. જ્યાં હાલ પીસીસી કરવામાં આવે છે.

સર્વિસ ગલીમાં કોઇપણ કામગીરી કરવાની થાય તો પીસીસી તોડવાની ફરજ પડે છે અને જો બ્લોક નાખવામાં આવ્યા હોય તો જરૂર જેટલાં બ્લોક જ બહાર કાઢી કામગીરી પત્યા બાદ ફીટ કરી દેવામાં આવશે. તેના કારણે કોર્પોરેટરોની ગ્રાન્ટનો પણ યોગ્ય ઉપયોગ થઇ શકે તે માટે હવે કોર્પોરેટરોની ગ્રાન્ટ આવી સર્વિસ ગલીઓમાં બ્લોક નાખવા માટે પણ થઇ શકશે. મનપા કમિશનરને આ અંગે સૂચના આપવામાં આવી છે.

Published On - 12:55 pm, Fri, 1 July 22

Next Article