કોરોનાને (Corona ) કારણે છેલ્લાં બે વર્ષથી લોકોની હાલત કફોડી થઇ છે . રહેણાક અને બિનરહેણાકમાં 3.60 લાખ મિલકતદારો પાલિકાનો વેરો (Tax ) ભરપાઇ કરી શક્યા નથી . શહેરના 3,60,539 મિલકતદારોએ વેરા પેટે રૂ . 570 કરોડ ચૂકવવાના બાકી છે. રૂ . 570 કરોડના બાકી વેરામાં રૂ.181 કરોડની વ્યાજની રકમનો સમાવેશ થાય છે . ત્યારે સુરત મહાનગરપાલિકા(SMC) દ્વારા 31-03-2021 રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી વ્યાજ માફી આપવાનો નિર્ણય કર્યો છે.
રહેણાક મિલકતોમા 31 મી માર્ચ સુધીમાં સામાન્ય સભામાં બજેટ મંજૂર થતા વ્યાજમાફી શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ પહેલી વખત મિલકતવેરાના બાકી ચુકવણામાં વ્યાજ માફી યોજના લાગુ કરી છે. સામાન્ય સભામાં બજેટ મંજુર થતા જ વ્યાજ માફી યોજના લાગુ પડી ગઇ છે. જો કે પાલિકાના આકારણી વિભાગ અને એકાઉન્ટ વિભાગ દ્રારા સોફટવેર અપડેટની કામગીરી ચાલી રહી છે.
સોફટવેર અપડેટ આ અઠવાડિયામાં સુધીમાં થઇ જાય તેવી પુરી સંભાવના છે. શહેરીજનો મોડામાં મોડુ આ અઠવાડિયાથી વ્યાજ માફી સાથે મિલકતવેરા ભરપાઇ કરી શકશે. આ યોજના ફકત 31 માર્ચ 2022 સુધી જ અમલી હોવાથી 3.60 લાખ મિલકતદારોને તેનો લાભ લેવા પાલિકાએ અપીલ કરી છે. બાકી વેરો ભરપાઇ કરી દે તો તેમને વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે. બિનરહેણાક મિલકતદારો 31-03-2022 સુધીમાં વેરો ભરપાઇ કરી દે તો વ્યાજમાં 50 ટકા માફી આપવામાં આવશે. આ જાહેરાત 2,97,270 રહેણાક મિલકતદારોને વ્યાજમાં રૂ 101.61 ની માફી મળશે. જ્યારે બિનરહેણાક મિલકતદારોને વ્યાજમાં રૂ.41.95 કરોડની માફી મળશે.
આમ હવે કોરોનાના કારણે આર્થિક ભીંસ અનુભવતા લોકોને મિલકતદારોને વ્યાજમાં માફી આપવાનો નિર્ણય ખુબ આવકારદાયક કહી શકાય. જેને શહેરીજનો પણ આવકારી રહ્યા છે. સામાન્ય સભામાં બજેટ મંજૂરી સાથે જ વ્યાજમાફી આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. એકાઉન્ટ અને આકારણી વિભાગ દ્વારા ટેક્નિકલ અપડેટ બાદ આ કામગીરી શરૂ થઇ જશે. એકાદ અઠવાડિયા લોકોને આ રાહતનો ફાયદો મળવાની શરૂઆત થઇ જશે. બજેટમાં પ્રાથમિક સુવિધા અને રોડ રસ્તાની સાથે સાથે લોકોનો પણ વિચાર કરીને અનેક જોગવાઈઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો :