Surat : રેલવેમાં મનપસંદ ડ્યુટી આપવાનો ભાવ 25 હજાર રૂપિયા !!

|

Aug 02, 2021 | 11:49 PM

ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રમાં અને સરકારી ઓફિસોમાં છે. હવે સુરત રેલવેમાં પણ મનપસંદ ડ્યુટી આપવા માટે 25 હજારનો ભાવ માંગવામાં આવ્યો હોવાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં એક અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

Surat : રેલવેમાં મનપસંદ ડ્યુટી આપવાનો ભાવ 25 હજાર રૂપિયા !!
Surat: The price of giving favorite duty in railways is 25 thousand rupees !!

Follow us on

સુરત રેલવે સ્ટેશન પર(surat railway station ) ટીટીઈને મનપસંદ ટ્રેનમાં ડ્યુટી આપવાના અને લિવ રિઝર્વ રાખવાનો ભાવ 25 હજાર રૂપિયા ચાલે છે. આવું એક વાયરલ ઓડિયો દ્વારા સામે આવી રહ્યું છે. તાજેતરમાં જ સીટીઇ સ્લીપર અને ટીટીઈ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ(viral audio ) થયો છે. જેનાથી સુરત રેલવે સ્ટેશનના સ્ટાફથી લઈને રેલવે કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આજે પશ્ચિમ રેલવેના ડીઆરએમ સત્ય કુમાર સુરત હતા ત્યારે તેમણૅ  આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરતમાં ભ્રષ્ટાચારની(corruption )કોઈ જગ્યા નથી. તેમના દ્વારા આ અંગે તપાસ કરીને ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ(suspend) કરવામાં આવ્યા છે.

કોરોનના કારણે ભારતીય રેલવેની નિયમિત ટ્રેનોની અવરજવર બંધ છે. મુસાફરોની જરુતિયાતને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામ આવી રહી છે. ત્યાં જ સુરતથી સાંસદ દર્શન જરદોશ રેલવે રાજય મંત્રી બનતા મુંબઈ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓની સુરત અવરજવર વધી ગઈ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શું છે કથિત ઓડિયોમાં ?

તાજેતરમાં સુરત ટીટીઈને ડ્યુટી આપવાની જવાબદારી સીટીઆઈ શૈલેન્દ્ર વર્માને આપવામાં આવી હતી. તેમના જ એક જુનિયરને ડીસીટીઆઈના પદ પર બેસાડવામાં આવે છે. આ બને કર્મચારીઓ હેડક્વાર્ટરની બહાર વલસાડ રહે છે. સીટીઆઈ અને સુરત હેડક્વાર્ટરના ટીટીઈ વચ્ચે હાલ ડ્યુટીને લઈને એક ઓડિયો વાયરલ થયો છે.

ઓડિયોમાં સામે આવેલ વાતચીતમાં ટીટીઈ સીટીટીઈને એસીમાં ડ્યુટી આપવાનું  કહે છે. જેમાં સીટીઈ કહે છે કે તે અપર ક્લાસ આપે છે. પછી સ્લીપર ક્લાસ આપશે નહિ. તે પછી તેને લિવ રિઝર્વ રાખવા માટેનો ભાવ 25 હજાર રૂપિયા જણાવ્યા છે. આ ઓડિયો કલીપ મુંબઈ સુધી વાયરલ થઇ ગયું છે.
આ મામલે તપાસ કરીને બંનેની પૂછપરછ કરીને સીટીઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું છે ડ્યૂટીનો આખો ખેલ ?

ટીટીઈને ફરજ આપવા માટે એક પ્રોટોકોલ છે. સિનિયર ટીટીઈ એસી ક્લાસ, તેનાથી જુનિયર સ્લીપરમા અને સૌથી ઓછા અનુભવી જનરલ ક્લાસમાં ડ્યુટી આપવામાં આવે છે. આ ઉપરાંત સિસ્ટમમાં લિવ રિઝર્વની પણ ટિમ રાખવી પડે છે. જેમાં જુનિયર ટીટીઈને રાખવામાં આવે છે. જોકે સુરતમાં આ પ્રોટોકોલ કથિતરૂપે નહીં અનુસરવામાં આવતું હોવાનું ભાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અધિકારી પોતાના નજીકના લોકોને વધારે કમાણી કરી આપતી ટ્રેનમાં ડ્યુટી પર લગાવે છે. અને તેના ગમે તેટલા રૂપિયા પણ લે છે.

આ પણ વાંચો :

Surat : લો બોલો ! અંધશ્રદ્ધાને કારણે ડાયમંડ બુર્સમાં 13મો માળ જ ગાયબ

Next Article