Surat : નાનપુરા બહુમાળી બિલ્ડીંગની લોબી ભંગારનું ગોડાઉન બની ગઈ, શૌચાલયોની ગંદકીથી કર્મચારીઓ પણ ત્રસ્ત

|

May 26, 2022 | 3:41 PM

આ ઓફિસમાં રોજના અસંખ્ય લોકો તેમના કામ માટે મુલાકાત લે છે, લોકોની ભારે અવરજવર હોવાથી અહીં રોજ સ્વચ્છતાનો મોટો પ્રશ્ન રહે છે. જોકે આ સરકારી ઇમારતમાં છેલ્લા લાંબા સમયથી લોબીમાં, પેસેજમાં ભંગારનો કાટમાળ ખડકાયેલો છે.

Surat : નાનપુરા બહુમાળી બિલ્ડીંગની લોબી ભંગારનું ગોડાઉન બની ગઈ, શૌચાલયોની ગંદકીથી કર્મચારીઓ પણ ત્રસ્ત
Nanpura multi-storey building

Follow us on

સુરત (Surat) માં સરકારી કચેરીઓથી ભરેલી નાનપુરાની બહુમાળી બિલ્ડિંગ (Nanpura multi-storey building) માં પારાવાર ગંદકીની ફરિયાદો ઊઠી છે. સેંકડો લોકોની અવરજવરવાળી આ બિલ્ડિંગમાં શૌચાલય-બાથરૂમમાં સફાઈના અભાવે રોગચાળાની ભીતિ અહીં આવતા કર્મચારીઓ (Employees) ને લાગી રહી છે. સુરત અને જિલ્લાની સરકારી કચેરીઓ માટે ખૂબ મહત્ત્વની ગણાતી બહુમાળી બિલ્ડિંગમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે. બહુમાળી બિલ્ડિંગમાં ઘણી સરકારી કચેરીઓ આવેલી છે. જેના એ બ્લોકમાં સબરજિસ્ટ્રાર કચેરીઓ, સિટી સર્વે ઓફિસ, નશાબંધી તેમજ આબકારી જકાતની ઓફિસ, સીઆઈડી ઓફિસ જેવી અનેક કચેરીઓ આવેલી છે. જેના સી બ્લોકમાં સ્ટેમ્પ ડ્યૂટી,, જીએસટીની ઓફીસ આવેલી છે.

આ ઓફિસમાં રોજના અસંખ્ય લોકો તેમના કામ માટે મુલાકાત લે છે, લોકોની ભારે અવરજવર હોવાથી અહીં રોજ સ્વચ્છતાનો મોટો પ્રશ્ન રહે છે. જોકે આ સરકારી ઇમારતમાં છેલ્લા લાંબા સમયથી લોબીમાં, પેસેજમાં ભંગારનો કાટમાળ ખડકાયેલો છે. બિનઉપયોગી રીતે પડી રહેલાં લાકડાં અને લોખંડના કબાટ, ટેબલ પડેલાં દેખાય છે, જેને કારણે તે ભંગારનું ગોડાઉન બની ગયું હોય તેવું લાગે છે.

બીજી બાજુ જાહેર જગ્યા પર લોકોની અવરજવર વધારે હોવાથી શૌચાલયોનો પણ વધુ ઉપયોગ થાય છે, ત્યારે સરકારી કચેરીમાં શૌચાલયોને સ્વચ્છ રાખવાની અને આવા ભંગાર દૂર કરી સ્વચ્છતા જાળવવાની જવાબદારી આરએન્ડબીના પીડબ્લ્યૂડી વિભાગની છે. પરંતુ પીડબ્લ્યૂડી દ્વારા આ માટે કોઈ દરકાર લેવામાં આવતી નથી. જ્યારે તેના માટે સરકારમાંથી લાખોની ગ્રાન્ટ આપવામાં આવે છે અને છતાં ગ્રાઉન્ડ પર તેનું પરિણામ શૂન્ય દેખાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

લોકોને દાદર પરથી ઊતરતી વખતે પણ અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે. ઘણી વખત તો લોકોને મોં ઉપર રૂમાલ બાંધીને પસાર થવું પડે છે. મુલાકાતીઓ તો ઠીક અહીં જે કર્મચારીઓને કામ કરવું પડે છે તેઓને માટે હવે કામ કરવું મુશ્કેલ થઈ પડ્યું છે.

બિલ્ડિંગમાં લિફ્ટ પણ સતત ખોટકાય છે

બહુમાળી બિલ્ડીંગમાં ગંદકી ઉપરાંત લિફટની સૌથી વિકટ પરિસ્થિતિ છે, અવારનવાર અહીંની લિફ્ટ ખોટકાયેલી હાલતમાં જોવા મળે છે, બહુમાળીની દરેક બિલ્ડિંગમાં બે બે લિફ્ટ છે. પરંતુ બે માંથી કેટલીક વાર એક લિફ્ટ રિપેરિંગના નામે બંધ રહે છે, જેથી અરજદારોને સરકારી કચેરીઓમાં જવા માટે બીજી લિફ્ટમાં લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે.

Next Article