Surat: શુક્રવારે યોજાનારી સામાન્ય સભામાં વિરોધ પક્ષ ભાગ લેશે કે કેમ તે અંગે સસ્પેન્સ

|

Aug 25, 2022 | 5:48 PM

આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં (General Board) ભાગ લેવા અંગે વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, હજી આ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Surat: શુક્રવારે યોજાનારી સામાન્ય સભામાં વિરોધ પક્ષ ભાગ લેશે કે કેમ તે અંગે સસ્પેન્સ
SMC General Board (File Image )

Follow us on

સુરત મહાનગર પાલિકાની(SMC) સામાન્ય સભા વધુ એક વખત હંગામેદાર બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જો કે, આ વખતે વિરોધ પક્ષ મેયર (Mayor) હેમાલી બોઘાવાલા દ્વારા લેવામાં આવેલા સસ્પેન્શનના નિર્ણયને મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં લઠ્ઠાકાંડને મુદ્દે ભારે હોબાળા વચ્ચે મેયર હેમાલી બોઘાવાલા દ્વારા વિરોધ પક્ષના તમામ સભ્યોને બે સામાન્ય સભા માટે સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો હતો. અલબત્ત, કાયદાની આંટી – ઘુંટીને પગલે હવે આવતીકાલે યોજાનાર સામાન્ય સભામાં વિરોધ પક્ષની હાજરીનો રસ્તો સાફ થઈ ચુક્યો છે.

જુલાઈ મહિનામાં સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ગત સામાન્ય સભામાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. એક તબક્કે શાસકો અને વિરોધ પક્ષના સભ્યો સામ સામે આવી ગયા હતા. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરૂદ્ધ ટિપ્પણી કરનાર આપના કોર્પોરેટર મહેશ અણધડને તો ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મુગલીસરામાંથી બહાર કાઢવાની સ્થિતિ ઉદ્ભવી હતી.

આ સમગ્ર પ્રકરણ દરમ્યાન ક્રોધે ભરાયેલા મેયર હેમાલી બોઘાવાલા દ્વારા શરૂઆતમાં વિરોધ પક્ષના તમામ સભ્યોને પાંચ સભા માટે સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવ્યો હતો. જો કે, બાદમાં તેઓ દ્વારા ફેરવી તોળતા માત્ર બે સામાન્ય સભા માટે વિરોધ પક્ષને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમ્યાન સામાન્ય સભાની કાર્યવાહી દરમ્યાન ડાયસને બદલે બહારથી રૂલિંગનો આદેશ ફરમાવવામાં આવતાં મેયર દ્વારા સસ્પેન્શનના આદેશ ફોક થઈ ગયો છે અને જેને પગલે હવે આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યો વટભેર ભાગ લઈ શકે તેમ છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

વિરોધ પક્ષના સભ્યો સામાન્ય સભામાં ભાગ લઈ શકે છેઃ મેયર

વિરોધ પક્ષના નેતાઓને પહેલા પાંચ અને ત્યારબાદ બે સામાન્ય સભા માટે સસ્પેન્ડ કરવાના આદેશ થકી વિવાદમાં આવેલા મેયર હેમાલી બોઘાવાલાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે લોકશાહીમાં વિરોધ પક્ષને પણ પોતાની વાત રજુ કરવાનો અવસર મળવો જોઈએ. જેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તેઓએ વધુમાં કહ્યું હતું કે બહારથી રૂલિંગ આપવામાં આવતાં સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આ માન્ય ન હોવાને કારણે પણ વિરોધ પક્ષના સસ્પેન્શનનો આદેશ રદ્દ કરવામાં આવ્યો છે.

સામાન્ય સભામાં ભાગ લેવો કે કેમ, હજી નિર્ણય નથી લેવાયોઃ ધર્મેશ ભંડેરી

આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં ભાગ લેવા અંગે વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે હજી આ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. લોકશાહીના દમનના ભાગરૂપે જે રીતે શાસકો દ્વારા મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેના કારણે જ દર વખતે સામાન્ય સભામાં હોબાળો થઈ રહ્યો છે. સામાન્ય સભામાં ભાગ લેવા અંગે તેઓએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષના તમામ સભ્યો સાથે ચર્ચા – વિચારણા બાદ આ અંગે અંતિમ ર્નિણય લેવામાં આવશે.

Next Article