Surat : તાપી નદીના બ્રિજની પાળી પરથી કૂદીને આપઘાત કરવા ગયેલા વિદ્યાર્થીને સુરત ફાયરે બચાવી લીધો

|

Jul 07, 2022 | 6:18 PM

સબ-ફાયર ઓફિસર સહિત ફાયરના જવાનોની ટીમ ટૂંકા સમયગાળામાં ઘટના સ્થળે પહોંચી હતી અને બ્રિજની પાળી ઉપર બેસી તાપી નદીમાં કુદવાની તૈયારીમાં રહેલા વિધાર્થીને સુઝબુઝ અને સમયસૂચકતા વાપરીને બચાવી લેવામાં આવ્યો હતો.

Surat : તાપી નદીના બ્રિજની પાળી પરથી કૂદીને આપઘાત કરવા ગયેલા વિદ્યાર્થીને સુરત ફાયરે બચાવી લીધો
Surat Surat fire rescues student

Follow us on

સુરત (Surat) માં મોટાવરાછા ખાતે આવેલા નવા બ્રિજ (bridge) ઉપરથી આજે સવારે એક વિદ્યાર્થી આપઘાત (Suicide)  કરી પોતાનું જીવન ટુંકાવાનો હતો.જોકે આ અંગે જાણ થતા જ મોટા વરાછા ફાયર સ્ટેશનથી સબ-ફાયર ઓફિસર સહિત ફાયરના જવાનોની ટીમ ટૂંકા સમયગાળામાં ઘટના સ્થળે પહોંચી હતી અને બ્રિજની પાળી ઉપર બેસી તાપી નદીમાં કુદવાની તૈયારીમાં રહેલા વિદ્યાર્થીને સુઝબુઝ અને સમયસૂચકતા વાપરીને બચાવી લેવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો કે મોટાવરાછા ફ્રૂટ માર્કેટ પાસે આવેલ નવા બ્રિજ પરથી એક યુવક આપઘાત કરવાની કોશિશમાં છે. ફાયર કંટ્રોલ દ્વારા તાત્કાલિક મોટાવરાછા ફાયર સ્ટેશનને મેસેજ આપવામાં આવ્યો હતો.

જેથી મોટાવરાછા ફાયર સ્ટેશનથી સબ-ફાયર ઓફિસર રાહુલ બાલાસરા સહિત ટીમ ફક્ત એકથી દોઢ મિનિટના ટૂંકા સમયમાં સ્થળ ઉપર પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો

સબ ઓફિસરએ જણાવ્યું હતું કે મોટાવરાછા ખાતે આવેલ સારથી કોમ્પ્લેક્ષમાં રહેતો 17 વર્ષીય આર્યન યોગેશ તળાવિયા બ્રિજની પાડી ઉપર બેસીને આપઘાત કરવાના ઈરાદે કુદવાની તૈયારીમાં હતો જોકે અમે તાત્કાલિક બે કર્મચારીઓને તાપી નદીમાં ઉતારી દીધા હતા અને ત્યાર બાદ વિદ્યાર્થીને વાતોમાં ફોસલાવી સુઝબુઝ સાથે તેની નજીક પહોંચ્યા હતા અને ત્યાર બાદ માર્શલ પૃથ્વીરાજ પઢેરિયાએ તેને પાછળથી પકડી લઇને બચાવી લીધો હતો. તે રડવા લાગ્યો હતો જેથી તેને સમજાવી સાંત્વના આપી હતી.

અભ્યાસ માટે કેનેડા જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ માનસિક તણાવમાં આ પગલું ભરવાનો વિચાર કર્યો હતો

વધુમાં જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થી અભ્યાસ માટે કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ તૈયારી બરાબર નહીં થવાથી માનસિક તાણમાં આવી આ પગલું ભરવાનું વિચાર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેના પિતા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમજ પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી અને તેને સહીસલામત સોંપી દેવામાં આવ્યો હતું.

Published On - 4:05 pm, Thu, 7 July 22

Next Article