Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની ઓનલાઈન મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી

|

Jun 11, 2021 | 7:59 PM

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાના સેમેસ્ટર 3ની મોક ટેસ્ટ ઓનલાઈન યોજવામાં આવી હતી. જેમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે લોગ ઇન કરી શક્યા ન હતા.

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની ઓનલાઈન મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

Follow us on

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાના સેમેસ્ટર 3ની મોક ટેસ્ટ ઓનલાઈન યોજવામાં આવી હતી. જેમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે લોગ ઇન કરી શક્યા ન હતા. વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા માટે ખૂબ જ મુશ્કેલી પડી હતી. તેવામાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કુલપતિને આ માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી.

યુનિવર્સિટી દ્વારા બી.એ, બી.કોમ, બીબીએ, બીસીએ અને બીએ સેમેસ્ટર 3 ની નિયમિત પરીક્ષા 18 જૂનથી શરૂ થવાની છે. જેને પગલે online mock test યોજવામાં આવી હતી. જેમાં ઘણી બધી ટેકનિકલ સમસ્યા અને સર્વર ડાઉન રહેવાને કારણે હજારો વિદ્યાર્થીઓને લેપટોપ, કમ્પ્યુટર અને મોબાઈલ જેવા ઉપકરણો દ્વારા ઓનલાઇન ટેસ્ટ માટે લોગ ઇન કરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ લોગ ઇન કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ પણ એક બે પ્રશ્નોના ઉત્તર આપ્યા બાદ ઓટોમેટીક લોગ આઉટ થઈ ગયા હતા.

નોંધનીય છે કે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન એક્ઝામ માટે પ્રોબ્લેમ ન થાય તે માટે હેલ્પ લાઈન નંબર પણ આપવામાં આવ્યા હતા. પરંતુ તેનાથી પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન એક્ઝામ આપવા માટે પરીક્ષા મુશ્કેલી નડી રહી છે. તેમાં કોઇ નિરાકરણ આવ્યું નથી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આજે પણ મોક ટેસ્ટ યોજાઈ હતી. તેમાં પણ ટેક્નિકલ ઇસ્યુ આવવાના કારણે વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. છાત્ર યુવા પરિષદ દ્વારા આજે કુલપતિને રજુઆત કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.

Published On - 7:50 pm, Fri, 11 June 21

Next Article