Surat : દશામા પર્વનો આજથી પ્રારંભ, મૂર્તિ વિસર્જન માટે SMC પાંચ કૃત્રિમ તળાવ બનાવશે

તાપી(Tapi ) નદીમાં મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા માટે સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ પાંચ ઝોનમાં પાંચ કૃત્રિમ તળાવો બનાવવાનું નક્કી કર્યું છે.

Surat : દશામા પર્વનો આજથી પ્રારંભ, મૂર્તિ વિસર્જન માટે SMC પાંચ કૃત્રિમ તળાવ બનાવશે
Dashama Idols (File Image )
| Edited By: | Updated on: Jul 28, 2022 | 12:59 PM

દશામાની(Dashama ) ઉત્સવ આજથી શરૂ થયો છે. આ પર્વની ધામધૂમપૂર્વક સુરતમાં ઉજવણી(Celebration ) કરવામાં આવે છે. હજારો લોકો દ્વારા દશામાની પ્રતિમાની(Idols ) સ્થાપના કરવામાં આવે છે. અને દશામાની આરાધના કર્યા બાદ  ઉત્સાહભેર દશામાની પ્રતિમાનું વિસર્જન પ્રતિમાં, પુજાપા સહીતની માતાજીને વિદાય આપવામાં આવે છે. જેના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ કૃત્રિમ તળાવો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.  જેની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.

તાપી નદીને પ્રદુષિત થતી અટકાવવવા માટે વિવિધ દેવી અને દેવતાઓની આરાધના કર્યા બાદ પૂજાપા સહિતની સામગ્રીઓ હવે તાપીમાં વિસર્જિત કરવા પર પ્રતિબંધિત છે. સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ બાદ દશામાની પ્રતિમા સૌથી વધારે પ્રસ્થાપિત કરવામાં આવે છે. 10 દિવસ સુધી માતાજીની પૂજા કર્યા બાદ ઉત્સાહભેર માતાજીને વિદાય આપવામાં આવે છે. અને પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કોઈ તહેવાર ઉજવાઈ શક્યો નથી. દશામા અને ગણપતિ મહોત્સવની ઉજવણી પણ કોરોનાના કારણે ફિક્કી રહી હતી. જોકે આ વર્ષે નિયમોનો કોઈ બાંધી નહીં હોવાના કારણે ભક્તોમાં તહેવારોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજથી દશામા ઉત્સવની શરૂઆત થઇ છે. મૂર્તિકારોને પણ આ વખતે છેલ્લા બે વર્ષ કરતા સારા ઓર્ડર મળ્યા હતા. તાપી નદીમાં મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા માટે સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ પાંચ ઝોનમાં પાંચ કૃત્રિમ તળાવો બનાવવાનું નક્કી કર્યું છે.

આ સ્થળે દશામાના વિસર્જન માટે તળાવો બનાવવામાં આવનાર છે :

સેન્ટ્રલ ઝોનમાં ડક્કા ઓવારા પાસે, રાંદેર ઝોનમાં રામજી મંદિર ઓવારા પાસે. કતારગામ ઝોનમાં લંકાવિજય ઓવારા પાસે, વરાછામાં વી.ટી.સર્કલ પાસે તેમજ અઠવા ઝોનમાં ડુમસ કાંદી ફળીયા પાસે કૃત્રિમ તળાવા આવનારા દિવસોમાં બનાવવાનું શરૂ કરવામાં આવનાર છે. જેથી લોકોએ પણ આ ઓવારા પર જ માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા જણાવવામાં આવ્યું છે. મોડી રાત્રે આ તમામ પ્રતિમાઓનું વિસર્જન કોર્પોરેશન દ્વારા દરિયામાં કરવામાં આવે છે.