Surat : જુઓ સુરતના સૌથી નાના ગણપતિ, કાપડ વેપારીએ પેન્સિલ પર કોતર્યાં ગણેશજીને

અત્યંત ઝીણી(Micro ) વસ્તુઓ પર કારીગરી કરવી ખૂબ મહેનત અને સમય પણ માંગી લે છે. તેમણે અત્યારસુધી ઘણા વ્યક્તિ વિશેષને આવી નાની વસ્તુઓ પર કંડાર્યા છે.

Surat : જુઓ સુરતના સૌથી નાના ગણપતિ, કાપડ વેપારીએ પેન્સિલ પર કોતર્યાં ગણેશજીને
Ganesha on Pencil Top (File Image )
| Updated on: Aug 30, 2022 | 11:53 AM

શહેરમાં ગણેશોત્સવનો (Ganesh Chaturthi )ફિવર બરાબર જામ્યો છે. ગણેશોત્સવમાં શહેરના વિવિધ મંડળોમાં કલાત્મક ગણેશ પ્રતિમા (Idol )અને ડેકોરેશન(Decoration ) જોવા દૂરદૂરથી ભક્તો આવે છે. પરંતુ, સુરતમાં એક એવા કાપડ વેપારી છે કે જેણે બનાવેલી કલાત્મક ગણેશ મૂર્તિ ભક્તોએ મેગ્નિફાઇડ ગ્લાસથી જોવી પડે છે. આ કાપડ વેપારી પેન્સિલની અણી પર 0.5 એમએમના માઇક્રો ગણપતિ બનાવ્યા છે.

મૂળ રાજસ્થાનના અને હાલ પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે કાપડદલાલ પવનભાઈ શર્માએ પેન્સિલની ટોચ પર બનાવેલી 0.5 એમએમની ગણપતિની કલાત્મક મૂર્તિઓ બનાવે છે. પવનભાઇના થરે તેમના બાળકોએ વાપરીને ફેંકી દીધેલી નકામી પેન્સિલો પડી હતી. એક દિવસ પવનભાઇને નકામી પેન્સિલનો સદ્ઉપયોગ કરવાનો વિચાર આવતા તેણે સોય અને બ્લેડ દ્વારા પેન્સિલમાં ગ્રેફાઇટની બનેલી ટોચ પર નકશીકામ શરૂ કર્યુ હતું.

પનવભાઇએ નકશીકામ શરૂ કરતા કલાત્મક ગણેશની પ્રતિમા ઉપસી આવી હતી. પેન્સિલની ટોચ પર ગણેશ પ્રતિમા ઉપસી જતા ઉત્સાહિત પવનભાઇએ 0.5 એમએમથી 2 એમએમ સુધીની ગણેશ પ્રતિમા પેન્સિલ પર બનાવી હતી. પનવભાઈએ બનાવેલી માઈક્રો મૂર્તિઓ નરી આંખે ન જોઇ શકાતા તેને જેવા મેગ્નિફાઇડ ગ્લાસનો ઉપયોગ કરવો પડે છે.

માઇક્રો પ્રતિમા બતાવતા પવનભાઈના નામે અસંખ્ય રેકોર્ડ

કલાત્મક માઈક્રો મૂર્તિઓ બનાવતા પવનભાઇએ પોતાની મૂર્તિઓ ભૂતકાળમાં પ્રદર્શનમાં મુકતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. પવનભાઇએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં, એશિયા બુક ઓફ રેકોર્ડમાં 1, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં 1, યુનિક વર્લ્ડ રેકોર્ડમાં 3 સહિત કુલ અસંખ્ય રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

વિવિધ વસ્તુની માઇક્રો મૂર્તિ બનાવી

પવન શર્મા ગણપતિ ઓમ સ્વસ્તિક શિવલિંગ સહિતની ધાર્મિક મૂર્તિઓ ઉપરાંત કુ-ડ્રાઇવર, દીવાસળી, અત્રી, ચા-કીટલી, બાજ પક્ષી સહિતની 110 પ્રકારની માઇકો મૂર્તિ બનાવી છે. તેઓ છેલ્લા 12 વર્ષથી મીનીએચર આર્ટિસ્ટ તરીકે તેમણે ઘણી નાની નાની વસ્તુઓ પર પોતાની કળા પ્રદર્શિત કરી છે. પવન શર્મા પાસે આવી લગભગ 350 વસ્તુઓ છે જેમાં તેઓએ સોપારી, પેન્સિલની અણી, પીપળાના પાન પર કોતરણી કરીને ભારતનો નકશો, પીએમ મોદી, અશોક સ્તંભ, રામ મંદિર, કોરોના વોરિયર્સ બનાવ્યા છે.

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેમણે ભગવાન ગણપતિને ચોખાના દાણા, પેન્સિલની અણી, સોપારી પર, રિયલ મોતી પર, સોંયની અણી પર, શંખ પર, ફટકડી પર અને આવી નાની નાની વસ્તુઓ પર 10 જેટલા ગણપતિની પ્રતિમા બનાવી છે. જેનું માપ 1 એમએમ થી લઈને 0.5 એમએમ સુધી થવા જાય છે. અત્યંત ઝીણી વસ્તુઓ પર કારીગરી કરવી ખૂબ મહેનત અને સમય પણ માંગી લે છે. તેમણે અત્યારસુધી ઘણા વ્યક્તિ વિશેષને આવી નાની વસ્તુઓ પર કંડાર્યા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.