Surat ભારતીય મહિલા હોકી ટિમ ટોક્યો(tokyo Olmpic )ઓલમ્પિકમાં સારું રમી હતી પણ બ્રિટનની સામે ટીમને હારનો સામનો કરવો પડ્યો. હોકી ટીમની ખેલાડીઓએ મેચ હારીને પણ દેશવાસીઓના દિલ જીતી લીધા છે. દરેક લોકો તેમને આગામી ઓલમ્પિકમાં વધારે સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજી ધોળકિયાએ એક જાહેરાત કરી છે. જે મુજબ તેઓ દરેક ખેલાડીને અઢી લાખ રૂપિયા આપશે.
સવજી ધોળકિયાએ આ જાહેરાત તેમના ટીવીટર હેન્ડલ પર આપી છે. જેમાં તેમને મહિલા હોકી ટીમની એક તસ્વીર શેર કરી છે. અને લખ્યું છે કે કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન..અમે અમારા તરફથી ખેલાડીઓનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરી રરહ્યા છે. જેઠીતેઓ કઠોર મહેનત કરવાથીપાછળ ન હટે. હરે કૃષ્ણ ગ્રુપ ભારતીય મહિલા હોકી ટીમને સુરત આવવાનું આમંત્રણ આપે છે. દરેક ખેલાડીને 2.50 લાખ આપીને તેમને સન્માનિત કરવામાં આવશે.
‘कर्मणयेवाधिकारस्ते मा फलेषु कदाचन’
हम अपनी ओर से खिलाड़ियों का हौसला अफ़जाई कर सकते हैं। ताकि वे कड़ी मेहनत से पीछे न हटें।हरि कृष्णा ग्रुप #indianwomensHockeyTeam को सूरत आने को आमंत्रित कर रहा है।हर खिलाड़ी को ₹2.5 लाख की प्रोत्साहन राशि देकर सम्मानित किया जाएगा।@imranirampal pic.twitter.com/oGTgFQ9Akn— Savji Dholakia (@SavjiDholakia) August 7, 2021
નોંધનીય છે કે સેમિફાઇનલ પહેલા સવજી ધોળકિયાએ કહ્યું હતું કે જો મહિલા ટિમ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને લાવશે તો તેઓ ખેલાડીઓને કાર અથવા ઘર ગિફ્ટમાં આપશે. તેમને આ જાહેરાત પણ ટ્વીટર હેન્ડલ પર કરી હતી અને લખ્યું હતું કે જો ભારતીય ટિમ ફાઇનલ જીતે છે તો તમામ મહિલા ખેલાડીઓને તેઓ 11 લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર આપશે. જેમને નાણાકીય સહાય ની જરૂર છે તેમને પણ મદદ કરશે.
સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે તેમને મીરાંબાઈ ચાનુને જોઈને પ્રેરણા મળી હતી અને જોયું હતું કે કેવી રીતે આપણા દેશની મહિલાઓ વિશાલ છલાંગ લગાવી રહી છે. મીરાંબાઈ ચાનું એક નાના ઘરમાં અને સાદું જીવન જીવે છે તેમ છતાં મેડલ જીતીને લાવે છે.
અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની સવજી ધોળકિયા સુરતમાં મોટી ડાયમંડ કંપની ધરાવે છે જેમનું વાર્ષિક ટર્ન ઓવર 7 હજાર કરોડ રૂપિયાનું છે.
આ પણ વાંચો :