Surat : યુનિવર્સીટીની ઓનલાઇન પરીક્ષામાં વોટર આઈડી કાર્ડ ફરજીયાત કરાતા વિરોધ

|

Feb 19, 2022 | 3:19 PM

વોટર આઈડી કાર્ડ લાવવામાં કોઈ મુશ્કેલી નથી, પણ જેમની પાસે તે નથી તેઓ તાત્કાલિક અસરથી વોટર આઈડી કાર્ડ ક્યાંથી લાવશે તે પણ એક સવાલ છે.  મુખ્ય વાત એ છે કે વોટર આઈડી કાર્ડ પર સ્પષ્ટ લખ્યું હોય છે કે આનો ઉપયોગ મહદઅંશે વોટ આપવા માટે જ કરવાનો રહેશે તો શા માટે યુનિવર્સીટી દ્વારા તેને પરીક્ષા માટે ફરજીયાત કરવામાં આવ્યું છે. 

Surat : યુનિવર્સીટીની ઓનલાઇન પરીક્ષામાં વોટર આઈડી કાર્ડ ફરજીયાત કરાતા વિરોધ
Memorandum given to authorities in University (Symbolic Image )

Follow us on

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) દ્વારા તારીખ 11 ફેબ્રુઆરી 2020 ના રોજ એક પરિપત્ર (Notification ) બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટી દ્વારા અપનાવવામાં આવેલી ઓનલાઇન(Online ) પદ્ધતિમાં વિદ્યાર્થીઓએ પોતાની વોટર આઇડી કાર્ડ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેમાં વોટર આઇડી નંબર અને વોટર આઇડી સ્કેન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું જણાવવામાં આવ્યું છે.

આ સાથે સાથે એમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સ્નાતક કક્ષાએ દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ અને અનુસ્નાતક કક્ષાએ તમામ વિદ્યાર્થીઓએ પોતાનુ વોટર આઇડી કાર્ડ દર્શાવવું જરૂરી છે. નહીતર એમના પરીક્ષા માટેના આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહીં. જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવી રજુઆત કરવામાં આવી હતી.

તે સમયે કુલપતિ ગેરહાજર રહેતા રજિસ્ટ્રારને રજૂઆત કરવા અંગે યુનિવર્સિટીએ ખુલાસો આપવી જરૂરી છે , કારણ કે વોટર આઇડી યુનિવર્સિટી સામે દર્શાવી કે નહીં એ વિદ્યાર્થીની અંગત પ્રશ્ન છે એવું તમામ વિધાર્થીઓનું માનવું છે. જે વિદ્યાર્થીઓ પાસે વોટર આઇડી કાર્ડ નથી તે ત્રણ – ચાર દિવસમાં કેવી રીતે બનાવશે તે મોટો પ્રશ્ન છે અને જો તેઓ વોટર આઇડી કાર્ડ નહીં બનાવી શકે તો શું તેઓ પરીક્ષા નહીં આપી શકે આ રજૂઆતો કરવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પ્રકારની મૂંઝવણ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. યુવા છાત્ર સંઘના સેક્રેટરી જણાવ્યું છે કે યુનિવર્સિટી તઘલખી અને તૃતીય વર્ષના વિધાર્થીઓના અહિત કરીને નિર્ણય લઇ રહી છે તેને કારણે અને અનુસ્નાતક કક્ષાએ તમામ વિદ્યાર્થીઓની સમસ્યા વધી રહી છે. વિધાર્થીઓ માટે વોટિંગ આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે . ૧૧ ફેબ્રુઆરી સુધીમાં જેટલા પણ પરીક્ષાના ફોર્મ ભરાયા છે તે વોટર આઈડી વગર માન્ય રાખવામાં આવ્યા છે.

ત્યારે 22 તારીખ સુધીમાં જે અન્ય પરીક્ષાના ફોર્મ ભરવાના છે તેના માટે શા માટે વોટર આઈડી કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે તેને લઈને યુનિવર્સીટી દ્વારા હજી સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. વોટર આઈડી કાર્ડ લાવવામાં કોઈ મુશ્કેલી નથી, પણ જેમની પાસે તે નથી તેઓ તાત્કાલિક અસરથી વોટર આઈડી કાર્ડ ક્યાંથી લાવશે તે પણ એક સવાલ છે.  મુખ્ય વાત એ છે કે વોટર આઈડી કાર્ડ પર સ્પષ્ટ લખ્યું હોય છે કે આનો ઉપયોગ મહદઅંશે વોટ આપવા માટે જ કરવાનો રહેશે તો શા માટે યુનિવર્સીટી દ્વારા તેને પરીક્ષા માટે ફરજીયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :

Surat : હવે રસ્તા પર જોવા મળી આપ-ભાજપની લડાઈ, ભાજપના ધારાસભ્ય અને આપના કોર્પોરેટરો જાહેરમાં જ લડ્યા

સુરત પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડિફેન્સ અંગે ટ્રેનિંગ કેમ્પનું આયોજન

Next Article