Surat : સ્વચ્છતાના અભાવે ભાઠા ગામના તળાવની ખરાબ હાલત, ગ્રામજનો પણ ફરિયાદ કરીને થાક્યા

|

Sep 05, 2022 | 9:32 AM

નવા સમાવિષ્ટ થયેલા ગામોને શહેરનો દરજ્જો મળ્યા બાદ નગરપાલિકાએ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ સાથે બ્યુટિફિકેશન માટે નવા ડિઝાઇન કરેલા તળાવો વિકસાવવા બજેટ આપ્યું હતું.

Surat : સ્વચ્છતાના અભાવે ભાઠા ગામના તળાવની ખરાબ હાલત, ગ્રામજનો પણ ફરિયાદ કરીને થાક્યા
Bhatha Lake (File Image )

Follow us on

હદ વિસ્તરણ બાદ શહેરમાં સમાવિષ્ટ થનાર ભાઠા ગામમાં સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સમસ્યાઓનું હજુ નિરાકરણ આવવાનું બાકી છે, ભાઠા ગામના નવા સમાવિષ્ટ થયેલા દરેક ગામમાં તળાવોના વિકાસ માટે પાલિકાએ અલગ-અલગ બજેટ ફાળવ્યું છે. તળાવનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે, પણ 21,293.24 ચોરસ મીટરનો તળાવનો આ વિસ્તાર હવે સ્વચ્છતાના અભાવે દુર્ગંધ મારી રહ્યો છે.

આખા તળાવમાં પાણીમાં થતી લીલની વિશાળ ચાદર ફેલાયેલી છે, જેના કારણે મચ્છરોના ઉપદ્રવને કારણે રહેવાસીઓ બીમાર પડી રહ્યા છે. જ્યારે ગામ શહેરમાં નહોતું ત્યારે સરપંચની ગ્રાન્ટમાંથી સમયસર સફાઈ કરવામાં આવી હતી, પરંતુ હવે 1500થી વધુ ગ્રામજનો માટે વિવિધ તબક્કે ફરિયાદો થવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. આ તળાવના પાણીનો સ્થાનિક લોકો ઉપયોગ કરી રહ્યા છે. વિવિધ ધાર્મિક પ્રસંગો વખતે આસ્થાના પ્રતીક તરીકે આ તળાવની સમયસર સફાઈ કરવામાં આવી હતી. શહેરમાં ભાઠાનો સમાવેશ થાય તે પહેલા પંચાયત દ્વારા સમયસર સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. જો કે લોકોના મતે હવે વિકાસ થંભી ગયો છે.

તળાવની સામે જ વોર્ડ ઓફિસ હોવા છતાં પાલિકાની બેદરકારી

આ તળાવની બરાબર સામે જ પાલિકાની વોર્ડ ઓફિસ આવેલી છે, જ્યાં કર્મચારીઓ અને અધિકારીઓ પણ રોજેરોજ આવે છે. તેઓને આવી ગંદકી અને દુર્દશા દેખાતી નથી. આખો દિવસ દુર્ગંધની સાથે સાથે સાંજના સમયે ગામમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે અને રોગચાળાનો ભય પણ ફેલાયો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગામ-તળાવ વિકાસ બજેટ માત્ર કાગળ પર

નવા સમાવિષ્ટ થયેલા ગામોને શહેરનો દરજ્જો મળ્યા બાદ નગરપાલિકાએ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ સાથે બ્યુટિફિકેશન માટે નવા ડિઝાઇન કરેલા તળાવો વિકસાવવા બજેટ આપ્યું હતું. આ જોગવાઈ મુજબ ભાઠા ગામના 21,293.24 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને પ્રાથમિકતા આપવી જોઈતી હતી. જોકે તેમ ન થતા સ્થાનિકોમાં આક્રોશ અને નારાજગી બંને જોવા મળી રહી છે. સ્થાનિકોની માંગ છે, કે હવે જયારે આ ગામનો સમાવેશ સુરત મહાનગરપાલિકાની હદમાં થઇ ગયો છે, ત્યારે કોર્પોરેશન અને સત્તાધીશો આ તળાવની સ્વચ્છતા બાબતે પણ કોઈ ધ્યાન આપે.

Next Article