સુરત પોલીસ એક્શનમાં: સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી ઘાતક હથિયારો સાથે 402ને ઝડપી લીધા

|

Feb 19, 2022 | 3:43 PM

સુરતમાં છેલ્લા પંદર દિવસથી ઉપરાછાપરી બનેલા હત્યા લૂંટ અને ચોરીના બનાવોના પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમર ખુદ એક્શનમાં આવી ગયા હતા અને સુરત શહેરમાં તમામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પેશિયલ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે

સુરત પોલીસ એક્શનમાં: સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી ઘાતક હથિયારો સાથે 402ને ઝડપી લીધા
Surat police started special drive and seized 402 with deadly weapons

Follow us on

સ્કુલ – કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થા બહાર અડ્ડો જમાવતા રોડ રોમિયો અને ટપોરીઓ વિરુધ સુરત શહેર પોલીસ (police ) દ્વારા શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત આજે 15થી વધુ વિરુધ કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે વેસુ વીઆઈપી રોડના બે કોફી શોપ અને ઈચ્છાપોર રોડની એક હોટલના કર્મી વિરુધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે.

બીજી બાજુ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સુરત (Surat) શહેરના લિંબાયત પાંડેસરા ઉધના ડીંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ (special drive) અંતર્ગત ઘાતક હથિયાર સાથે 402 લોકોની અટકાયત કરાઈ હતી.

સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ પોલી, એકશનમાં આવી છે. સ્કુલ, કોલેજ, કોચીંદ ઈન્સ્ટીટયુટ અને મહિલા હોસ્ટેલની આજુબાજુ અડ્ડો જમાવતા રોડ રોમીયો અને ટપોરીઓ વિરુધ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતુ. જેને પગલે ગતરોજ પોલીસે 15થી વધુ કેસ કર્યા હતા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આજે અઠવાલાઈન્સની કે.પી. કોમર્સ કોલેજ, અમરોલીની આર.વી. પટેલ કોલેજ, પાંડેસરાની દેવકીનંદન સ્કુલ અને નગર પ્રાથમિક હિન્દી વિદ્યાલયની આજુબાજુ બિનજરૂરી ફરતા નજરે પડનાર વિરુધ પોલીસે કેસ કર્યા હતા. અમરોલી પોલીસે 2, રાંદેર પોલીસે -1, અઠવાલાઈન્સ પોલીસે -1, પાંડેસરા પોલીસે 4 અને ઉમરા પોલીસે 4 કેસ કર્યા હતા. જયારે કપલ બોકસ ઉપર પણ પ્રતિબંધ મુકયો છતાં વેસુ વીઆઈપી રોડ પર પેલેડીયમ પ્લાઝામાં ધ હાર્ટ કાફે અને આસ્થા કોર્પોરેટરમાં દુસ્તી કાફેમાં કપલ બોકસમાં હજી પણ ધમધમી રહ્યા હોવાથી તેમના સંચાલક અને ઈચ્છાપોરની અમવાદી તવા ફ્રાયમાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી ઉપરાછાપરી બનેલા હત્યા લૂંટ અને ચોરીના બનાવોના પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમર ખુદ એક્શનમાં આવી ગયા હતા અને સુરત શહેરમાં તમામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પેશિયલ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી જેમાં શહેર પોલીસ કમિશનર પોતે પણ સ્પેશિયલ ચેકીંગ અર્થે સાયકલિંગ પેટ્રોલિંગ પોતાની ટીમ સાથે નીકળતા હતા પોલીસ કમિશનરે ગઈકાલે શહેરમાં આવેલા લિંબાયત પાંડેસરા ઉધના અને ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગનું drive રાખવામાં આવેવી હતી.

આ સંદર્ભે પોલીસ કમિશનરે અજય કુમાર તોમર એ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગઈકાલે સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 402 લોકોને ઘાતક સત્ર સાથે ઝડપી પાડયા હતા અને 402 લોકો વિરોધ અલગ-અલગ ધારા મુજબ ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે વધતા જતા ક્રાઇમને અટકાવવા માટે પોલીસ કમિશનરે અલગ-અલગ પરિપત્ર પણ બહાર પાડતા હોય છે અને પોતાની પોલીસને કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે કડક પડે અમલ કરવાનો આદેશ પણ આપ્યો હતો જેના ભાગરૂપે અ ધ ધ ઘાતક શસ્ત્ર સાથે 402 ઝડપાયા જેને લઇને ગુનેગારોમાં પણ પોલીસનો ડર કાયમ થશે.

આ પણ વાંચોઃ Ahmedabad: કાર્ડ બ્લોક થવાનું હોવાથી કોલ સેન્ટર પર સંપર્ક કરવા જણાવે તો ચેતી જજો, વૃદ્ધે રિટાયરમેન્ટના રૂ 17 લાખ ગુમાવ્યા

આ પણ વાંચોઃ Surat : યુનિવર્સીટીની ઓનલાઇન પરીક્ષામાં વોટર આઈડી કાર્ડ ફરજીયાત કરાતા વિરોધ

Next Article