Surat : બેંકમાં યુવકે રૂ.500ની 15 ડુપ્લીકેટ નોટ જમા કરાવતા પોલીસ ફરિયાદ, બેંકના ATMમાં યુવકે બીજા બે લાખ પણ જમા કરાવ્યા હતા

|

Feb 26, 2022 | 5:42 PM

એચ.ડી.એફ.સી બેંકની હિરાબાગ બ્રાંચમાં રામજીભાઇ પ્રેમજીભાઇ કળથિયા કરંટ એકાઉન્ટમાં રોકડા રૂપિયા 2.92 લાખ જમા કરાવવા 500ના દરની નોટો લઈને આવ્યા હતા. નોટ ચેક કરતા તેમાંથી રૂપિયા 500ના દરની પંદર નોટો ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું.

Surat : બેંકમાં યુવકે રૂ.500ની 15 ડુપ્લીકેટ નોટ જમા કરાવતા પોલીસ ફરિયાદ, બેંકના ATMમાં યુવકે બીજા બે લાખ પણ જમા કરાવ્યા હતા
Symbolic image

Follow us on

સુરત (Surat) ના વરાછામાં હીરાબાગ પાસે આવેલ એચડીએફસી બેંક (bank) ના એટીએમમાં ગતરોજ એક યુવક રોકડા રૂપિયા 2.92 લાખ જમા કરાવવા આવ્યો હતો. બેંકમાં નોટોની ખરાઈ કરવામાં આવતા 2.92 લાખની રકમમાંથી રૂપિયા 500ના દરની કુલ 15 નોટ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું છે.

જેથી બેંકના કેશિયરે આ મામલે યુવકની પૂછપરછ કરતા તેમણે બીજા પાસેથી ઉછીના પૈસા લીધા હોવાની વિગત આપી હતી. આ ઉપરાંત તેમણે બેન્કના એટીએમમાં પણ બીજા બે લાખ ભર્યા હોવાની કબૂલાત કરી હતી. જોકે બે દિવસ બાદ એટીએમ (ATM) માં ડુપ્લીકેટ નોટ (duplicate notes) છે કે નહીં તેની ખરાઈ થશે. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે.

બનાવની વિગત એવી છે કે જહાંગીરપુરા ઉગત કેનાલ રોડ પર આવેલ પિરામિડ ટાઉનશીપમાં રહેતા દિલીપ શાંતીલાલ લીલાવાલા વરાછામાં હિરાબાગ સારથી કોમ્પલેક્ષમાં આવેલ એચ.ડી.એફ.સી બેંકની હિરાબાગ બ્રાંચમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ બેન્કમાં હાજર હતા ત્યારે રામજીભાઇ પ્રેમજીભાઇ કળથીયા પોતાના કરંટ એકાઉન્ટમાં રોકડા રૂપિયા 2.92 લાખ જમા કરાવવા 500ના દરની નોટો લઈને આવ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દિલીપભાઈએ તે નોટ શોર્ટીંગ મશીન તથા યુવી મશીનમાં ચેક કરતા તેમાંથી રૂપિયા 500ના દરની પંદર નોટો ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. જેથી દિલીપભાઈ એ આ મામલે વરાછા પોલીસમાં ફરિયાદ આપી હતી. દિલીપભાઈ એ રામજીભાઈની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ કુલ 4.92 લાખ રૂપિયા જમા કરાવવા લાવ્યા હતા. જેમાંથી બે લાખ બેન્કના એટીએમમાં જમા કરાવી દીધા હતા અને બાકીના 2.92 લાખ બેન્કમાં ભરવા આવ્યા હતા.

જે પૈકી રોકડા રૂપિયા 2 લાખ પોતાના ઓળખીતા મધુભાઇ નારોલા પાસેથી હાથ ઉછીના લાવ્યા છે. પોલીસે ડુપ્લીકેટ 15 નોટો ચેક કરતા તે નોટો કલર ઝેરોક્ષ નહી પરંતુ પ્રિંન્ટીગ કરેલ હોવાનુ બહાર આવ્યું હતું. જેથી દિલીપભાઈએ આર.બી.આઇ ના નિયમ મુજબ રીપોર્ટ તૈયાર કરી તેમજ બનાવટી નોટ મળી આવ્યા અંગેનુ ફોર્મ ભર્યું હતું.

જેમાં કસ્ટમર રામજીભાઇ પ્રેમજીભાઇ કળથીયાની સહી મેળવી તેઓની સાથે પોલીસ સ્ટેશન ખાતે આ બનાવટી રૂ.500ની ચલણી નોટો બનાવનાર તેમજ છાપનાર વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ છોટી કાશીમાં મહાશિવરાત્રીને અનુલક્ષીને વધુ બે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, સોમવારે 41 શિવ મંદિરોમાં ‘ઘંટનાદ’ના અનેરાં આકર્ષણો ઉમેરાશે

આ પણ વાંચોઃ “દેને કો ટુકડા ભલા,લેને કો હરિ નામ” સૂત્રને જીવન મંત્ર બનાવનાર વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી

Next Article