Surat : પત્નીની હત્યા કરી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર હત્યારા પતિની પોલીસે કરી ધરપકડ

|

Jul 22, 2022 | 2:45 PM

પાંડેસરા પોલીસે (Police) જેમાં પીન્કીએ જે રૂમમાં આપઘાત કર્યો હતો તેમાંથી દુપટ્ટાનો અડધો ટુકડો મળ્યો હતો જયારે બીજો ટુકડો રહેણાંક રૂમની બહાર ઝાડ પરથી મળ્યો હતો.

Surat : પત્નીની હત્યા કરી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર હત્યારા પતિની પોલીસે કરી ધરપકડ
Pandesara Police Station (File Image )

Follow us on

સુરતના પાંડેસરામાં(Pandesara ) વિસ્તારમાં બે દિવસ અગાઉ આપઘાતની(Suicide ) ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જેમાં પતિ પત્નીનું ગળું દબાવી હત્યા(Murder ) કર્યા બાદ આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં પોલીસે પતિની  ધરપકડ કરી છે. સુરતના પાંડેસરા-જીયાવ રોડના કાર્તીક આવાસમાં ઘરેલું ઝઘડામાં પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોસ્ટમોર્ટમ અને મૃતકના પુત્રની પૂછપરછના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

દીકરાએ જણાવ્યું હતું કે મમ્મી પપ્પા છેલ્લા ઘણા સમયથી અંદરોઅંદર ઝઘડો કરતા હતા અને તેના પિતાએ તેની માતાને તે દિવસે માર માર્યો હતો. પાંડેસરા પોલીસે પુત્રના નિવેદન ના આધારે શંકા વ્યક્ત કરી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં  મહિલાની હત્યા ઘણું દબાવીને કરી હોવાનું બહાર આવતા જ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી અને પતિની ધરપકડ કરી લીધી હતી.

હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ

પાંડેસરા-જીયાવ રોડ પર આવેલ સાંઇ ફકીરા ગ્રાઉન્ડ સામે કાર્તીક આવાસમાં ભાડાના રૂમમાં રહેતી અને મૂળ ઓરિસ્સાની પીન્કી સૂર્યા બિસોઇ એ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પાંડેસરા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં પીન્કીએ ફાંસો ખાઇ લીધો હોવાનું પુત્ર કરણ એ જણાવતા પતિ સૂર્યા કમ્ભુપાની બિસોઇએ દુપટ્ટો કાપી લાશ ઉતાર્યાનું જણાવ્યું હતું. પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને એવું લાગ્યું હતું કે આ મહિલાએ આપઘાત કરી લીધો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેના આધારે પોલીસે લાશનો કબ્જો લઇ નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલ મૃતદેહનું પીએમ કરાવતા તબીબોએ ગળાના ભાગે લાલ ચકામા અને માથામાં ઇજા હોવાનું જણાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પાંડેસરા પોલીસે શંકા વ્યક્તિ કરી હતી કારણ કે પીએમ રિપોર્ટની અંદર જે માથાના ભાગે બીજા થઈ છે તેને લઈને મહિલા સાથે કોઈ બીજી ઘટના બની હોવાની તપાસ પણ કરી હતી.

દુપટ્ટાએ ખોલ્યો રાઝ

પાંડેસરા પોલીસે જેમાં પીન્કીએ જે રૂમમાં આપઘાત કર્યો હતો તેમાંથી દુપટ્ટાનો અડધો ટુકડો મળ્યો હતો જયારે બીજો ટુકડો રહેણાંક રૂમની બહાર ઝાડ પરથી મળ્યો હતો. આ ઉપરાંત પડોશીઓએ પતિ-પત્ની વચ્ચે ઝઘડાનો અવાજ સાંભળ્યાનું પોલીસની તપાસમાં જણાવ્યું હતું તેથી પોલીસની શંકા વધુ મજબૂત બની હતી. જેથી પોલીસે પીન્કીના પુત્રી કરણ પૂછપરછ કરી હતી. કરણે જણાવ્યું હતું કે પપ્પા- મમ્મી વચ્ચે રાત્રિના સમયે ઝઘડો થયો હતો અને પપ્પાએ મને જોતા જ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.

થોડીવાર પછી પપ્પા જ્યારે રૂમની બહાર નીકળ્યા ત્યારે પપ્પાના હાથમાં દુપટ્ટાનો એક ભાગ હતો. પાંડેસરા પોલીસનો જે શક હતો કે આ મહિલાની હત્યા થઈ છે તે શંકા સાચી પડી હતી. આમ પતિ પત્નીના ઝઘડાની અંદર પતિએ પત્નીનું  ગળું દબાવી હત્યા કરી દીધી હતી જેથી પાંડેસરા પોલીસે આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

Published On - 2:39 pm, Fri, 22 July 22

Next Article