Surat : ગ્રીષ્મા હત્યા કેસને લઇને સુરતના નાટ્ય કલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ નાટક તૈયાર કર્યું

|

Mar 22, 2022 | 11:38 PM

ચકચારીત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ ની હાલ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે અને આરોપી ફેનિલ પર ચુકાદો જલ્દી આવે તેવી સંભાવના છે. ત્યારે ગ્રીષ્મા સાથે જોડાયેલ તેના પરિવાર અને લોકોની સંવેદના ને રજુ કરતુ આ નાટક સુરતના નાટ્યકારો દ્વારા ભજવવામાં આવનાર છે. ગ્રીષ્મા હત્યાકાંડ નો વિડીયો જોયા બાદ દિગ્દર્શક પરેશ વોરાના મગજમાં વિચાર આવ્યો હતો.

Surat : ગ્રીષ્મા હત્યા કેસને લઇને સુરતના નાટ્ય કલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ નાટક તૈયાર કર્યું
Grishma Murder Case Accused Fenil (File Image)

Follow us on

સુરત (Surat) સહિત આખા રાજ્યમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા કેસ(Grishma Murder Case)  લોકોના દિલો દિમાગમાં હજી પણ તાજા છે. જયારે આ ઘટના બની હતી તે પછી પણ લોકોના મનમાં અનેક પ્રશ્નો થયા હતા કે આ ઘટના કેવી રીતે બની ? આખરે આવું કેમ થયું ? શું કોઈ તેને રોકી શક્યું હોત ? જાહેરમાં જેની હત્યા કરાઈ તે ગ્રીષ્મા ને બચાવી શકાય હોત કે પછી તેને મારનાર ફેનિલ ને સમજાવી શકાયો હોત ? આવા કેટલાય પ્રશ્નો આજે પણ લોકોના મન માં ઉઠી રહ્યા છે. જોકે હવે ઘટના બન્યા પછી ઉઠી રહેલા ના આ સવાલો પણ નિરર્થક છે. ત્યારે લોકોના મન માં ઉભા થતા આ પ્રકારના પ્રશ્નો ને એક અલગ અંદાજ માં રજુ કરવા માટે સુરતના નાટ્ય કલાકારો ભેગા થયા છે. અને તેઓએ ગ્રીષ્મા હત્યાકાંડ નો સંદર્ભ લઈ ને એક અલગ જ નાટક (Drama)  “સ્ટોપ” બનાવ્યું છે, “સ્ટોપ” નાટક ના માધ્યમથી નાટક ના દિગ્દર્શક અને કલાકારોએ લોકોના મન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.

સમાજ ને જાગૃત કરવા અને સમાજને એક મેસેજ

ચકચારીત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ ની હાલ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે અને આરોપી ફેનિલ પર ચુકાદો જલ્દી આવે તેવી સંભાવના છે. ત્યારે ગ્રીષ્મા સાથે જોડાયેલ તેના પરિવાર અને લોકોની સંવેદના ને રજુ કરતુ આ નાટક સુરતના નાટ્યકારો દ્વારા ભજવવામાં આવનાર છે. ગ્રીષ્મા હત્યાકાંડ નો વિડીયો જોયા બાદ દિગ્દર્શક પરેશ વોરા ના મગજમાં વિચાર આવ્યો કે આ ઘટના શા માટે બની ? હજુ પણ સમાજમાં કદાચ ઘણી ગ્રીષ્મા ઓ છે અને હજી કેટલાય ફેનિલ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેવામાં સમાજ ને જાગૃત કરવા અને સમાજને એક મેસેજ જાય તેવા વિચાર સાથે તેઓએ આ નાટક ભજવવાનું નક્કી કર્યું.

નાટકમાં ફેનિલ નું પાત્ર નેગેટિવ જ કહી શકાય પરંતુ એક કલાકાર તરીકે તેને ભજવવું તો પડે

ફક્ત આ વિષય પર નાટક કરવાનો વિચાર આવ્યો, નાટક લખ્યું એટલે પૂરું થઈ ગયું એવું નથી. નાટક લોકો સુધી પહોંચાડવા માટે તેને સારી રીતે ભજવવું પડે છે અને તેને ભજવવા માટે કલાકારો ની પણ જરૂર પડતી હોય છે ત્યાર બાદ જ લોકો સુધી તે પહોંચી શકે છે. આ નાટક માં ફેનિલ અને ગ્રીષ્મા નું મુખ્ય પાત્ર ભજવનાર કલાકાર અંગે પણ દિગ્દર્શક મૂંઝવણમાં હતાં પરંતુ કલાકાર એ જ હોય છે જે દરેક પાત્ર બખૂબી રીતે ભજવી જાણે તે પછી સારું હોય કે ખરાબ. આ નાટકમાં ફેનિલ નું પાત્ર નેગેટિવ જ કહી શકાય પરંતુ એક કલાકાર તરીકે તેને ભજવવું તો પડે જ. ફેનિલ અને ગ્રીષ્મા નું પાત્ર ભજવનાર કલાકારો પણ ગર્વ અનુભવી રહ્યા હતા કે સમાજમાં એક સારો મેસેજ એક સારી વાત લોકો સુધી પહોંચાડવાનું તેઓ માધ્યમ બની રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફેનીલ જેવા યુવાનોને સમજાવીને આવી ઘટનાઓ બનતા અટકાવી શકાય

આગામી સમયમાં જયારે વિશ્વ રંગભૂમિ દિવસ આવી રહ્યો છે ત્યારે સુરતના આ નાટ્યકારો દ્વારા રંગભૂમિ માં પ્રાણ પુરવાની સાથે સાથે સમાજમાં એક જાગૃતિ લાવવાનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નાટક થકી તેમનો એક જ પ્રયત્ન છે કે હવે પછી સમાજ માં ક્યાંય પણ કોઈ ગ્રીષ્મા આવી ઘટનાનો ભોગ ન બને. તે પહેલાં ફેનીલ જેવા યુવાનોને સમજાવીને આવી ઘટનાઓ બનતા અટકાવી શકાય.

આ પણ વાંચો : Rajkot: જિલ્લા કલેક્ટરે EVM ના વેર હાઉસની લીધી મુલાકાત, સરકારી વાહનોની યાદી મંગાવાઇ

આ પણ વાંચો : Bhavnagar : ડુંગળીના મબલખ ઉત્પાદનથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, યોગ્ય ભાવ ન મળતા આર્થિક નુકશાન

 

Published On - 11:18 pm, Tue, 22 March 22

Next Article