Surat : પેટ્રોલ-ડીઝલના ભાવ તો ઘટ્યા, પણ સીએનજીના ભાવમાં ઘટાડો ક્યારે? સીએનજી ફિટ કરાવનારા વાહનચાલકોની સંખ્યા ઘટી

|

May 24, 2022 | 3:54 PM

એક વર્ષમાં સીએનજીના ભાવમાં 30 રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો છે. જેના કારણે સીએનજી કિટ પણ મોંઘી થઈ ગઈ છે. કંપની ફીટ કરેલી CNG કાર માટે એક લાખ રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે.

Surat : પેટ્રોલ-ડીઝલના ભાવ તો ઘટ્યા, પણ સીએનજીના ભાવમાં ઘટાડો ક્યારે? સીએનજી ફિટ કરાવનારા વાહનચાલકોની સંખ્યા ઘટી
CNG

Follow us on

પેટ્રોલ (Petrol) અને ડીઝલ (diesel) તેમજ સીએનજી CNG ના વધતા ભાવને કારણે લોકોનો સીએનજી વાહનો તરફ વળ્યા હતા. પણ હવે સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે સીએનજી વાહનોના વેચાણની સાથે સાથે સીએનજી કિટ ફિટ કરનારા લોકોની સંખ્યા પણ અડધી થઈ ગઈ છે. અને ઈલેક્ટ્રિક વાહનો તરફ લોકોનું વલણ સતત વધી રહ્યું છે. એક વર્ષ પહેલા સુધી સીએનજીના ભાવ પેટ્રોલ અને ડીઝલના ભાવ કરતા ઘણા ઓછા હતા. આ જ કારણ હતું કે લોકો સીએનજી કાર લેવાનું અથવા જૂની પેટ્રોલ કારમાં સીએનજી કીટ ફીટ કરવાનું પસંદ કરતા હતા.

એક વર્ષમાં સીએનજીના ભાવમાં 30 રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો છે. જેના કારણે સીએનજી કિટ પણ મોંઘી થઈ ગઈ છે. કંપની ફીટ કરેલી CNG કાર માટે એક લાખ રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે. પહેલા સીએનજી કીટ બહારથી ફીટ કરાવવાનો ખર્ચ 40 થી 50 હજાર રૂપિયા થતો હતો જે હવે વધીને 80 હજાર રૂપિયા થઈ ગયો છે. સીએનજીના ભાવમાં થયેલા વધારા અને સીએનજી કીટની કિંમતના કારણે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ભાર આપી રહ્યા છે.

એક મિકેનિક કહે છે કે શહેરમાં અગાઉ દરરોજ 70 થી 80 કારમાં CNG ફીટ થતી હતી જે ઘટીને 30 થી 35 થઈ ગઈ છે. એક કાર શોરૂમના સેલ્સ મેનેજરે જણાવ્યું કે નવી CNG કારનું વેચાણ સતત ઘટી રહ્યું છે. અગાઉ આરટીઓમાં માત્ર કંપની ફીટ કરેલી સીએનજી કાર રજીસ્ટર થતી હતી. બાદમાં સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હવે લોકો પેટ્રોલ કાર ખરીદ્યા પછી એક લાખ રૂપિયા વધુ ચૂકવવાને બદલે બહારથી ફીટ કરેલી CNG કિટ મેળવે છે.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

એક વર્ષમાં આઠ વખત CNGની કિંમત વધી

CNGની કિંમતમાં પણ એક વર્ષમાં ઝડપથી વધારો થયો છે. એક વર્ષમાં આઠ વખત ભાવ વધ્યા છે. એક વર્ષ પહેલા 52 રૂપિયામાં મળતો ગેસનો ભાવ વધીને 82.16 પૈસા થઈ ગયો છે.

માંગમાં ઘટાડો

પેટ્રોલના ભાવમાં સતત વધારાના કારણે લોકો સીએનજી કાર તરફ વળ્યા હતા. નવી સીએનજી કાર મેળવવાની સાથે મોટી સંખ્યામાં લોકો જૂની કારમાં પણ સીએનજી કીટ ફીટ કરાવવા આવતા હતા. સીએનજીના ભાવમાં ઝડપી વધારા બાદ લોકોએ સીએનજી કિટ ફીટ કરાવવાનું બંધ કરી દીધું છે.

ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે

સીએનજી વાહનોથી મોહભંગ થયા બાદ હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. રાજ્યના ચાર મહાનગરોમાં 16 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો રસ્તાઓ પર દોડી રહ્યા છે. આ 9000 વાહનો સૌથી વધુ સુરતમાં અને 5020 વાહનો અમદાવાદમાં છે. વડોદરામાં 1900 અને રાજકોટમાં 1480 ઇલેક્ટ્રિક વાહનો છે. સુરતમાં બે વર્ષમાં 350થી વધુ ઈલેક્ટ્રિક કારનું વેચાણ થયું છે.

Next Article