Surat : મિનીબજારમાં બિલ્ડિંગની છતનો ભાગ ધરાશાયી, 30 કરતા વધુ વાહનને નુકશાન

ફાયર (Fire )વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી. જોકે, સદનસીબે બિલ્ડિંગની નીચે કોઈ ન હોવાથી કોઈને ઈજા થઈ ન હતી. ઘટના સમયે જ્વેલર્સ બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા.

Surat : મિનીબજારમાં બિલ્ડિંગની છતનો ભાગ ધરાશાયી, 30 કરતા વધુ વાહનને નુકશાન
Roof Collapsed (File Image )
| Edited By: | Updated on: Aug 16, 2022 | 9:39 AM

રવિવારના રોજ સુરતમાં (Surat )એક મોટી ઘટના બની હતી, જેમાં શહેરના વરાછા(Varachha ) મીનીબજારમાં શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગમાં (Building )છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પરંતુ બિલ્ડિંગની નીચે પાર્ક કરાયેલા 30 વાહનોને નુકસાન થયું હતું. બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવ્યો હતો.

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સુરતના મીની બજાર સ્થિત શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાને લઈને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બિલ્ડિંગની નીચે પાર્ક કરેલી બાલ્કનીના એક ભાગને નુકસાન થયું હતું, જ્યાં લગભગ 30 વાહનો કચડાઈ ગયા હતા.

ઘટના અંગે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અહીં ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી. જોકે, સદનસીબે બિલ્ડિંગની નીચે કોઈ ન હોવાથી કોઈને ઈજા થઈ ન હતી. ઘટના સમયે જ્વેલર્સ બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ફાયર વિભાગે અહીં આવી તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને કારણે અહીં 30 વાહનો કાટમાળ નીચે કચડાઈ ગયા હતા. અહીં કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અને આ અંગે પાલિકાના સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી.

જોકે આ જ પ્રકારની એક ઘટના શહેરના રાંદેર તાડવાડી પાસે પણ બની હતી, જેમાં એક વિશાળ વૃક્ષ રસ્તા પર પડી જતા પાંચ જેટલા વાહનો વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. વાહન વ્યવહાર ચાલુ હતો તે જ સમયે આ ઘટના બની હતી. જોકે સદનસીબે આ ઘટનામાં પણ એક પણ વ્યક્તિને ઇજા પહોંચી નથી. વધુમાં ઘટના સમયે નજીકથી પસાર થઇ રહેલી બે શિક્ષિકાનો ચમત્કારિક બચાવ થયો હતો. શહેર અને જિલ્લામાં જે પ્રકારે સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓના કોલ વધતા ફાયર વિભાગને પણ સતત દોડવું પડી રહ્યું છે.