Surat : તાપી નદી બંને કાંઠે, ઉકાઇમાંથી છોડાઈ રહેલા પાણીના કારણે તાપી નદીનો સુંદર નજારો આવ્યો સામે, જુઓ Drone Video

ડેમનું(Dam ) રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદી બંને કાંઠે વહેતા ફરી એકવખત વહીવટી તંત્ર એલર્ટની સ્થિતિમાં આવી ગયું છે.

Surat : તાપી નદી બંને કાંઠે, ઉકાઇમાંથી છોડાઈ રહેલા પાણીના કારણે તાપી નદીનો સુંદર નજારો આવ્યો સામે, જુઓ Drone Video
River Tapi (File Image )
| Edited By: | Updated on: Aug 12, 2022 | 9:20 AM

શ્રાવણ મહીનાની શરૂઆત થતાની સાથે જ વરસાદી (Rain ) માહોલ ફરી એકવાર જામ્યો છે. અને તેમાં પણ સુરત(Surat ) શહેર તેમજ જિલ્લામાં(District ) છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સતત વરસી રહ્યા છે. જોકે ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર વરસાદી જોર વધતા અને ઉકાઇના ઉપરવાસમાં પણ સતત વરસી રહેલા વરસાદને કારણે ફરી એકવાર તાપી નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે. ઉકાઈ ડેમમાંથી હાલ તાપી નદીમાં 1.83 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી નદી ફરી વાર બંને કાંઠે વહી રહી છે.

તાપી નદી ફરી વહી બંને કાંઠે :

ઉકાઈ ડેમની વાત કરીએ તો આ લખાઈ રહ્યું છે ત્યારે ઉકાઈ ડેમમાં 3.10 લાખ ક્યુસેક જેટલી આવક નોંધાઈ છે. જયારે ડેમનું રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદી બંને કાંઠે વહેતા ફરી એકવખત વહીવટી તંત્ર એલર્ટની સ્થિતિમાં આવી ગયું છે. તાપી નદીનો ડ્રોન નજારો પણ સામે આવ્યો છે. જેમાં ફરી એકવાર તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.

કોઝવેની સપાટી 9.31 મીટરને પાર :

શહેરમાંથી પસાર થતા વિયર કમ કોઝવેની સપાટી 9.31 મીટર પર પહોંચી છે. અને કોઝવેનો પણ નયનરમ્ય નજારો જોઈ શકાય છે. જોકે તાપી નદી બંને કાંઠે વહેતા 3 ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. અડાજણ વિસ્તારમા આવેલ રેવાનગર ઝુપડપટ્ટી માં તાપીના પાણી ઘુસતા 60 જેટલા લોકોને નજીકની શાળામાં સ્થળાન્તર કરવાની પણ ફરજ પડી છે. પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા ડી વોટરિંગ પંપ પણ મુકવામાં આવ્યા છે.

આમ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉકાઇના ઉપરવાસમાં પડી રહેલા વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણી પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા પણ સૂચના આપવામાં આવી છે. જો સ્થળાન્તર કરવાની ફરજ ઉભી થાય તો ફાયર વિભાગની ટીમને પણ એલર્ટ મોડમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

Published On - 9:12 am, Fri, 12 August 22