Surat : હવે પોલીસ ફરિયાદ કરવા ચંપલ ઘસવા નહીં પડે, જાણો ઓનલાઇન ફરિયાદ કેવી રીતે કરી શકાય?

E-FIRની કામગીરી બરાબર થાય તે માટેની સંપૂર્ણ જવાબદારી ACP અને DCP સહિતના અધિકારીની છે. ખોટી રીતે ફરિયાદ કરનાર સામે કાર્યવાહી થશે.

Surat : હવે પોલીસ ફરિયાદ કરવા ચંપલ ઘસવા નહીં પડે, જાણો ઓનલાઇન ફરિયાદ કેવી રીતે કરી શકાય?
How to register Online Police Complaint (File Image)
| Edited By: | Updated on: Jul 22, 2022 | 4:04 PM

ગુજરાત (Gujarat ) પોલીસ હવે ધીરે ધીરે ટેક્નોલોજી(Technology ) ની મદદથી આગળ વધી રહી છે ત્યાં પ્રથમ સ્ટેજની અંદર ઓનલાઇન(Online ) ફરિયાદ નોંધાવી શકાય માટે એક એપ શરૂ કરી છે અને પ્રાથમિક ધોરણે તેની અંદર બે મુદ્દા ઉપર એફઆઇઆર ઓનલાઇન નોંધાવી શકાશે. લોકોએ હવે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે કારણે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સિટીઝન પોર્ટલ પર FIR નોંધવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. E-FIRના કારણે લોકોની સુખાકારીમાં વધારો થશે તેવી વાત સુરત પોલીસ કમિશનરે કહી હતી. ખાસ કરીને મોબાઈલ ચોરી, સ્નેચિંગ અને બાઇક ચોરીની ફરિયાદ હવેથી ઘરે બેઠા ઓનલાઈન લોકો કરી શકશે અને પોલીસ દ્વારા ઓનલાઈન ફરિયાદનો રીપ્લાય પણ ઓનલાઇન આપવામાં આવશે

સુરત પોલીસે કમિશનરે ઇ.એફ.આઈ.આર. ની સુવિધા શરૂ થવાના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પોલીસ કમિશનર અજય તોમર એ કહ્યું હતું કે E-FIRના કારણે લોકોની સુખાકારીમાં વધારો થશે તેમજ મોબાઈલ ચોરી થાય અથવા તો વાહન ચોરી થાય તો લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે, આવા કેસમાં સામાન્ય નાગરિકને મુશ્કેલી પડતી હોય છે. લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હોય છે. પણ હવે લોકો પોતાના મોબાઈલથી E-FIR કરાવી શકશે.

ફરિયાદ કરવાં માટે લોકો સીટીઝન પોર્ટલ અથવા તો સીટીઝન ફર્સ્ટ એપ પરથી ફરિયાદ કરવાની રહેશે. તેમજ લોકોને એપ્લિકેશનમાં પહેલા પોલીસ સ્ટેશનનું ડ્રોપ બોક્સ સિલેક્ટ કરવાનું રહેશે અને બાદ ફરિયાદ મળતા ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ પી.એસ.આઇ. ASI અથવા તો હેડ કોન્સ્ટેબલ માં સોંપવામાં આવશે. ત્યારબાદ 48 કલાકમાં ફરિયાદીનો સંપર્ક પોલીસ દ્વારા કરવામાં આવશે.

વધુમાં કમિશનરે કહ્યું હતું કે જો ફરિયાદ નોંધાયા બાદ કોઈ મુશ્કેલી થાય તો ACP સહિતના ઉચ્ચ અધિકારીને આ બાબતે જાણ કરી શકશે. E-FIRની માહિતી પેમ્લેટ, હોર્ડિંગ્સ અને સોશિયલ મીડિયાની મદદથી લોકો સુધી પહોંચડવામાં આવશે. E-FIRની કામગીરી બરાબર થાય તે માટેની સંપૂર્ણ જવાબદારી ACP અને DCP સહિતના અધિકારીની છે. ખોટી રીતે ફરિયાદ કરનાર સામે કાર્યવાહી થશે. આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે

કેવી રીતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય

  1. ફરિયાદીએ સિટિઝન એપ મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે.
  2. ફરિયાદીએ સિટિઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.
  3. ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.
  4. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.
  5. બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે.
  6. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.
  7. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી. લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે.
  8.  જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.
  9. આ એપથી ઓનલાઇન FIR ની કોપી પણ મેળવી શકાય છે.