Surat: પાંડેસરા હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત થતા રહીશોને ખાલી કરવા નોટિસ, સ્થાનિકોને સામે ચોમાસે બેઘર થવાનો ભય

સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાનોને રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ ખાલી કરવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે.

Surat: પાંડેસરા હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત થતા રહીશોને ખાલી કરવા નોટિસ, સ્થાનિકોને સામે ચોમાસે બેઘર થવાનો ભય
પાંડેસરા હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો
| Edited By: | Updated on: Jun 09, 2021 | 3:55 PM

સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ (Housing Board) ના મકાનોને રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ ખાલી કરવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા મકાનો પાંડેસરા વિસ્તારમાં 22 બિલ્ડીંગોમાં 2260 મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા.

નોટિસ

સમય જતાં આ મકાનો હવે જર્જરિત થઇ ગયા છે તેવું જણાવી ને બે હજારથી પણ વધારે પરિવારો છે જેમને હવે નોટિસ ફટકારીને ઘર ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. તેવામાં સામે ચોમાસાએ સેંકડો લોકોને ઘરથી બેઘર થવાનો ભય સતાવી રહ્યો છે. જેના કારણે લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે.

ગુજરાત સરકાર ગરીબોની સરકાર હોવાનું વારંવાર કહેવામાં આવે છે. પરંતુ સુરતની પરિસ્થિતિ જુદી જોવા મળી રહી છે. લોકોને આવનારા ચોમાસા પહેલા ઘરથી બેઘર કરવાની સરકારની નીતિ હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ કોરોનાનો સમય પણ ચાલી જ રહ્યો છે. તેવામાં લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી થઇ ગઇ છે ત્યારે સરકાર તેમની વહારે આવે અને તમામ લોકોને હાલ ઘરથી બેઘર ન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

ચોમાસાના સમયે જો માથા પરથી છત જતી રહેશે તો ક્યાં જવું તેવો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. જોકે તમામ લોકો સામાન્ય પરિવારના અને રોજ કમાઇને રોજ ખાતા હોવાથી તેમની આર્થિક પરિસ્થિતિ પણ વિકટ છે. ત્યારે તેમની એક જ માગ છે કે અધિકારીઓ તેમની આ લાગણીને માન આપે અને હાલ પૂરતો તેમને સમય આપે.