સુરતના ઓલપાડમાં દીપડાનો આતંક,કીમામલી ગામે બકરાનો શિકાર કરવાનો પ્રયાસ,વનવિભાગે બે દીપડાના પંજાના નિશાનની પુષ્ટિ કરી

|

Jul 31, 2020 | 9:28 AM

સુરતના ઓલપાડમાં દીપડાનો આતંક યથાવત્ છે. આ વખતે દીપડાએ ઓલપાડના કીમામલી ગામે બકરાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો છે. બે મહિલાઓ સીમ વિસ્તારમાં બકરા ચરાવવા ગઈ હતી તે દરમિયાન ત્યાં દીપડો ધસી આવ્યો હતો અને બકરાનો શિકાર કરવાની કોશિશ કરી હતી જોકે દીપડાને સફળતા નહોતી મળી. ગ્રામજનોએ ઘટના અંગે જાણ કરતા વનવિભાગ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું […]

સુરતના ઓલપાડમાં દીપડાનો આતંક,કીમામલી ગામે બકરાનો શિકાર કરવાનો પ્રયાસ,વનવિભાગે બે દીપડાના પંજાના નિશાનની પુષ્ટિ કરી
http://tv9gujarati.in/surat-na-olpad-m…a-ni-pushti-kari/

Follow us on

સુરતના ઓલપાડમાં દીપડાનો આતંક યથાવત્ છે. આ વખતે દીપડાએ ઓલપાડના કીમામલી ગામે બકરાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો છે. બે મહિલાઓ સીમ વિસ્તારમાં બકરા ચરાવવા ગઈ હતી તે દરમિયાન ત્યાં દીપડો ધસી આવ્યો હતો અને બકરાનો શિકાર કરવાની કોશિશ કરી હતી જોકે દીપડાને સફળતા નહોતી મળી. ગ્રામજનોએ ઘટના અંગે જાણ કરતા વનવિભાગ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. તપાસ બાદ વનવિભાગે પણ બે દીપડાના પંજાના નિશાનની પુષ્ટિ કરી હતી. વનવિભાગનું અનુમાન છે કે એક દીપડી અને તેનું બચ્ચું આ વિસ્તારમાં ફરતા હોઈ શકે છે જેને લઈ વનવિભાગે આસપાસના ગ્રામજનોને સાવચેત કર્યા છે.

Next Article