Surat : 500 થી વધુ રત્ન કલાકારોએ પગાર વધારાની માગ સાથે દર્શાવ્યો વિરોધ

|

Jul 03, 2021 | 11:27 AM

Surat : પગાર વધારા સાથે રત્ન કલાકારોએ વિરોધ નોંધાવ્યો હતો. 500 થી વધુ રત્ન કલાકાર રસ્તા પર ઉતર્યા છે.

Surat : સુરતને હીરા ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. સુરતના હીરા દેશ-વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. આ વચ્ચે રત્ન કલાકારોએ (Diamond Artists) પગાર વધારવાની માગ સાથે વિરોધ કર્યો હતો.

વરાછા હીરાબાગ સ્થિત હરીનંદન સોસાયટીમાં રત્ન કલાકારોએ વિરોધ કર્યો છે. રત્ન કલાકાર પગાર વધારાની માગ સાથે વિરોધ દર્શાવ્યો હતો. મીરા જેમ્સના રત્ન કલાકારો વિરોધ કરી હડતાળ પર ઉતર્યા છે.

રત્ન કલાકારો વધતી મોંઘવારી સાથે ભાવ વધારાની માગ કરી છે. 500 થી વધુ રત્ન કલાકારએ વિરોધ નોંધાવ્યો હતો. પગાર વધારો નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે. રત્ન કલાકારોએ કલેકટર કચેરી આવેદન પત્ર આપવાની તૈયારી દર્શાવી છે.

Next Video