Surat: મહિધરપુરા પોલીસ 10 મિનિટમાં સ્ટેશન પર પહોંચી આપઘાત કરવા જતાં આંગડિયા કર્મચારીને બચાવ્યો, બાદમાં પરિવાર સાથે કરાવ્યું મિલન

|

Sep 26, 2022 | 6:51 PM

સુરત પોલીસની સ્તકર્તાના કારણે વધુ એક વખત એક વ્યક્તિ આપઘાત કરે તે પહેલા જ મહિધરપુરા પોલીસની ટીમ રેલવે સ્ટેશન ખાતે પહોંચી અને તાત્કાલિક તેમને બચાવી લઈ પોલીસ સ્ટેશન લાવી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Surat: મહિધરપુરા પોલીસ 10 મિનિટમાં સ્ટેશન પર પહોંચી આપઘાત કરવા જતાં આંગડિયા કર્મચારીને બચાવ્યો, બાદમાં પરિવાર સાથે કરાવ્યું મિલન
Surat Mahidharpura police

Follow us on

Surat: સુરત પોલીસની સ્તકર્તાના કારણે વધુ એક વખત એક વ્યક્તિ આપઘાત કરે તે પહેલા જ મહિધરપુરા પોલીસની ટીમ રેલવે સ્ટેશન ખાતે પહોંચી અને તાત્કાલિક તેમને બચાવી લઈ પોલીસ સ્ટેશન લાવી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા અને મહેધરપુરા વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીની અંદર નોકરી કરતા શૈલેષભાઈ ચમનભાઈ પ્રજાપતિ આજે વહેલી સવારે રૂટિન સમય પ્રમાણે ઘરેથી નીકળી અને ઓફિસ જોવા માટે નીકળ્યા હતા તે દરમિયાન પોતે ઓફિસ પહોંચ્યા ન હતા અને કોઈ કારણસર આત્મહત્યા કરવા માટે રેલવે સ્ટેશન તરફ આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન જ્યાં નોકરી કરતા હતા ત્યાંના કર્મચારીને ખબર પડી કે, શૈલેષભાઈ પ્રજાપતિ એક સુસાઇડ નોટ લખીને રેલવે સ્ટેશન ઉપર સુસાઇડ કરવા જઈ રહ્યા છે અને ત્યાં આ બાબતની જાણ તાત્કાલિક મહિધરપુરા પોલીસ સ્ટેશનને કરી હતી.

જાણ થતાની સાથે જ મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી દ્વારા તાત્કાલિક ડિસ્ટર્બના પીએસઆઇ સહિત માણસોને રેલવે સ્ટેશન પર મોકલી આપતા નજરપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો તાત્કાલિક શૈલેષભાઈને આટલી મોટી ભીડમાં શોધી લઈ અને સુસાઇડ કરે તે પહેલા પકડી પાડ્યા હતા. તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને તેમને પોલીસ દ્વારા પાણી પીવડાવી ચા નાસ્તો કરાવી અને વાત સમજાવી હતી કે આ પગલું ન ભરી શકાય. ત્યારબાદ તેમના પરિવારને જાણ કર્યા બાદ પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સુરત પોલીસ કમિશનર અજય તોમર જ્યારે સુરત શહેરની અંદર ચાર્જ સંભાળ્યો હતો ત્યારે તેમને સૌપ્રથમ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી અને સહીની તમામની સાથે મીટીંગ કરી અને સુચના આપવામાં આવી હતી કે પીસીઆરને જે રીતે કોલ મળે તેની 7મી મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી જઈ અને તે ઘટના હોય કે કોઈ બનાવ હોય તેનો રિપોર્ટ તાત્કાલિક કરવા માટે સૂચન કર્યું હતું. આ પગલે સુરત શહેરમાં અનેક મોટી દુર્ઘટના અને સુસાઇડ કરતા લોકોને જીવ પોલીસ દ્વારા બચાવવામાં સફળતા મળી છે.

Published On - 6:51 pm, Mon, 26 September 22

Next Article