SURAT : કડોદરામાં ગટરની સમસ્યા અંગે નગરપાલિકા ખાતે હોબાળો, 100 થી વધુ નગરજનોએ વિરોધ કર્યો

|

Sep 28, 2021 | 7:56 PM

ગટરની સમસ્યાને લઈને 100થી વધુ સ્થાનિકો નગરપાલિકાએ પહોંચ્યા હતા અને અધિકારીઓને સમસ્યાના નિકાલ માટે રજૂઆત કરી હતી

SURAT : સુરતના કડોદરાના રહેવાસીઓએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો.ગટરની સમસ્યાને લઈને 100થી વધુ સ્થાનિકો નગરપાલિકાએ પહોંચ્યા હતા અને અધિકારીઓને સમસ્યાના નિકાલ માટે રજૂઆત કરી હતી.પરંતુ અધિકારીઓએ તેઓની રજૂઆત ન સાંભળતા તમામ લોકો નગરપાલિકાની અંદર જ ધરણા પર બેઠા હતા અને “નગરપાલિકા હાય હાય” નારા લગાવી નગર પાલિકાનો ઘેરાવ કર્યો હતો.તેમજ સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી આપી હતી.. જેના લીધે નગરપાલિકાના અધિકારીઓને પોલીસ બોલાવાની ફરજ પડી હતી.એવામાં નગરપાલિકાનો આક્ષેપ છે કે પ્રજાજનોએ આ સમસ્યાને રાજકીય રૂપ આપી હોબાળો મચાવ્યો હતો.

સ્માર્ટસિટી સુરત ચોમાસામાં ગંદકીભર્યું બની જાય છે.સુરતના વરાછા વિસ્તારના શ્રીનાથજીનગર પાસે એક અઠવાડિયાથી ડ્રેનેજ લાઈન ઉભરાય છે.. જેના કારણે દુકાનોની આગળના વિસ્તારમાં ગંદા પાણી ભરાયા તો અનેક દુકાનદારોનો લાખો રૂપિયાનો સામાન પલળી ગયો. આ પાણી કાઢવા સ્થાનિક વેપારીઓએ પોતાના ખર્ચે મશીન મૂક્યું, પરંતુ ગટરના ભરાયેલા પાણી હજુ નિકળી શક્યા નથી.સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સ્થળ પર આવે છે પરંતુ ગટરના ભરાયેલા પાણીનો હજુ નિકાલ થયો નથી. વેપારીઓની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો : ભાવનગરના માર્ગો પર મોટા ખાડાઓ અને રખડતા ઢોર, બંનેમાંથી જીવના જોખમે બચવું પડે છે

આ પણ વાંચો : ગોત્રી દુષ્કર્મ કેસમાં FSLની ટીમ જોડાઈ, ફોરેન્સિક ઓફિસરોએ ક્રાઇમ બ્રાન્ચ પહોચી તપાસ શરૂ કરી

Next Video