Surat : લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસીને વરાછાના જવેલર્સે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

|

Feb 03, 2022 | 7:11 AM

લેણદારો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તેની ચિંતામાં આવીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નીતિનભાઈ ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ માટે વરાછા પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Surat : લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસીને વરાછાના જવેલર્સે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
Surat (File Image)

Follow us on

સુરતમાં(Surat)માથે દેવું થઈ જતાં લેણદારો દ્વારા થતી પઠાણી ઉઘરાણી થી કંટાળીને વરાછાના જ્વેલર્સે(Jewellars)પોતાની દુકાનમાં ઝેરી દવા પી આત્મહત્યા(Suiside)કરી જીવન ટૂંકાવી લીધું હતું. જ્વેલર્સ એ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેના માથે દોઢથી બે કરોડનું દેવું હતું, જેની ઉઘરાણી કરવામાં આવતા જવલેર્સે આપઘાત કરી લીધો છે.તેમના આપઘાતની જાણ થતાં પરિવારજનોએ તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.વરાછા વિસ્તારમાં ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય નીતિનભાઈ મોહનભાઈ ઉડવિયા ક્રિષ્ના જ્વેલર્સ ના નામથી જ્વેલર્સની દુકાન ચલાવતા હતા.

સોમવારે સાંજે તેઓએ તેમની દુકાનના પહેલા માળે આવેલી દુકાનમાં જ્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીતિનભાઈએ તેમની દુકાનમાં ઝેરી દવા પી લીધી હોવાની જાણ તેમના ભાઈને કરવામાં આવતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા વરાછા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને નિવેદનો લઈને તપાસ શરૂ કરી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે લોકડાઉન દરમિયાન નીતિનભાઈએ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને તેમના માથે દોઢથી બે કરોડ જેટલું દેવું પણ થઈ ગયું હતું.

Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો
અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?

લેણદારો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તેની ચિંતામાં આવીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નીતિનભાઈ ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ માટે વરાછા પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ  વાંચો : KUTCH : ખાનગી કંપનીના વાયરો ચોરી વેચવાના ફીરાકમાં હતા, પણ 9 શખ્સોને LCB એ ઝડપી લીધા !

આ પણ  વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના કુલ 8,934 કેસ નોંધાયા, 34ના મોત

Next Article