Surat : નો ડ્રગ્સ ઇન સીટી અભિયાન અંતર્ગત સુરત પોલીસે 2 વર્ષમાં 196 આરોપીઓને પકડ્યા, 7 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

આરોપીઓ પાસેથી 3 ઇન્જેકશનની સીરીંજ, ડ્રગ્સ વેચાણના રોકડા 40,090, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેકીંગની પ્લાસ્ટીકની ઝીપ બેગો અને વજન કરવાની ડીઝીટલ વજન કાંટી સહીત કુલ 8,54,590નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Surat : નો ડ્રગ્સ ઇન સીટી અભિયાન અંતર્ગત સુરત પોલીસે 2 વર્ષમાં 196 આરોપીઓને પકડ્યા, 7 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
Surat: Drug Cases
| Edited By: | Updated on: Sep 24, 2022 | 4:55 PM

સુરત (Surat ) શહેરમાં રાંદેરના સુલતાનીયા જીમખાના પાસે આવેલ રાજીવનગરમાં રહેતો અને તડીપાર કરવામાં આવેલ કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા અને તેના સાગરીતોનિ MD ડ્રગ્સના જથ્થા સાથે સુરત શહેર ક્રાઇમબ્રાંચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે સુરત શહેરમાં વર્ષો જુના ડ્રગ્સના વેપારી તરીકે ઓળખાય છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સીટી અભિયાન અંતર્ગત સુરત પોલીસે 2 વર્ષથી અભિયાન શરૂ કર્યું છે. જેમાં સુરત પોલીસે અલગ અલગ જગ્યાએ 60 કેસ કર્યા છે. જેમાં કુલ મળી 7 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં અલગ અલગ બ્રાન્ચ દ્વારા 196 આરોપીઓને પકડ્યા છે અને તેમાંથી 86 આરોપીઓ સામે અલગ અલગ શહેર અને જિલ્લામાં NDPSના કેસ નોંધાયા છે.

અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા નામના ઈસમ અને તેના 2 સાથીને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઈસમો ચોરી છૂપીથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આ ઈસમો પાસેથી 7,82,000 રૂપિયાનું ડ્રગ્સ, 40 હજાર રોકડા, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેક કરવાનું પ્લાસ્ટિક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સુરત ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે, અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા નામનો ઇસમ ગેરકાયદેસરના ડ્રગ્સનું ચોરી છુપીથી વેચાણ કરતો આવેલો છે અને તે પર્વત પાટીયા, ડી.આર. વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સ, (OYO)ના રૂમ નંબર-7માં રોકાયેલો છે. પોલીસને આ ઈસમ પાસે ડ્રગ્સનો મુદ્દામાલ હોવાની પણ માહિતી મળી હતી. તે બાતમીના આધારે DCB પોલીસે ડી.આર. વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સ (OYO)ના રૂમ નંબર-7માં છાપો મારી કુખ્યાત આરોપી અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા, અસદ સાકીર રંગુની અને દર્શીલ જનકકુમાર અંકલેશ્વરીયા નામના ઇસમોની ધરપકડ કરી છે.

આ ઈસમો પાસેથી MD ડ્રગ્સનો 78.220 ગ્રામના જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની કિંમત 7,82,200 રૂપિયા થવા પામેં છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 3 ઇન્જેકશનની સીરીંજ, ડ્રગ્સ વેચાણના રોકડા 40,090, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેકીંગની પ્લાસ્ટીકની ઝીપ બેગો અને વજન કરવાની ડીઝીટલ વજન કાંટી સહીત કુલ 8,54,590નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જોકે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી વિરુદ્ધ અઠવા રાંદેર અને જહાંગીરપુર પોલીસ ગુના દાખલ છે અને સુરત પોલીસે તડીપાર પણ કર્યો હતો. જ્યારે આરોપી અસદ રંગુની વિરુદ્ધ અથવા પોલીસમાં બે ગુના દાખલ થયેલા છે જોકે પકડાયેલ આરોપી આ ડ્રગ્સ મુંબઈ ખાતે થી કોની પાસેથી લાવીને અહીંયા કોને કોને વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.