Surat: પ્રિમોન્સૂન કામગીરીમાં જ સુરત પાલિકાને 1392 મિલકતો જોખમી મળી આવી, ગયા વર્ષની સરખામણીમાં 270 વધારે

surat : સુરત મહાનગરપાલિકાએ પ્રીમોન્સૂન (PreMonsoon) કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત મિલ્કતોનો સર્વે કર્યો છે.

Surat: પ્રિમોન્સૂન કામગીરીમાં જ સુરત પાલિકાને 1392 મિલકતો જોખમી મળી આવી, ગયા વર્ષની સરખામણીમાં 270 વધારે
સુરત
| Edited By: | Updated on: May 28, 2021 | 3:02 PM

surat : સુરત મહાનગરપાલિકાએ પ્રીમોન્સૂન (PreMonsoon) કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત મિલ્કતોનો સર્વે કર્યો છે. સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 1392 જેટલી બિલ્ડીંગો જર્જરિત જોવા મળી છે. પાછલા વર્ષની સરખામણીમાં આ ઈમારતોની સંખ્યા 270 જેટલી વધી છે.

કેટલીક જર્જરિત ઈમારતોને સમારકામ જ્યારે કેટલીક ઈમારતોને તોડવા માટે નોટિસ આપવામાં આવી છે. જ્યારે 382 બિલ્ડિંગનું સ્ટ્રક્ચર હટાવવા માટે કહેવામાં આવ્યું છે. સૌથી વધારે જર્જરિત બિલ્ડીંગ 238 ઉધના અને રાંદેર ઝોનમાં છે.

મહાનગરપાલિકાની પણ 116 જેટલી ઇમારતો જર્જરિત છે. તેમાંથી 52 બિલ્ડીંગને તોડવા માટે કહેવામાં આવ્યું છે. જોકે મહાનગર પાલિકાએ નોટિસ આપવા ઉપરાંત અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરી.

ત્રણ દિવસ પહેલાં જ અમદાવાદના અડાલજ વિસ્તારમાં પાંચ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જ્યારે બે દિવસ પહેલા જ સુરતના પનાસ અને રાંદેર વિસ્તારમાં પણ એક બિલ્ડીંગનો સ્લેબ પડી ગયો હતો. જેમાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમાં બાળકો પણ સામેલ હતા.

કયા ઝોનમાં કેટલી ઇમારતો જર્જરિત ?

વરાછા ઝોન એમાં 32 ઇમારતો , વરાછા બી માં 01, લીંબાયત ઝોનમાં 38, ઉધના ઝોનમાં 7, અઠવા ઝોનમાં 14, રાંદેર ઝોનમાં 11, સેન્ટ્રલ ઝોનમાં 204, કતારગામ ઝોનમાં 0 ઇમારતોમાં સમારકામની જરૂર છે.

કેટલી બિલ્ડીંગ તોડવાની નોટિસ આપવામાં આવી 

વરાછા ઝોન એમાં 0, વરાછા બી માં 0,લીંબાયત ઝોનમાં 20,ઉધના ઝોનમાં 178, અઠવા ઝોનમાં 14, રાંદેર ઝોનમાં 42, સેન્ટ્રલ ઝોનમાં 85, કતારગામ ઝોનમાં 43 બિલ્ડીંગ તોડવાની નોટિસ આપવામાં આવી છે

Published On - 2:49 pm, Fri, 28 May 21

Follow Us