Surat : એક સાથે પાંચ-પાંચ પેપર લીક કેસમાં વાડિયા કોલેજ પાસે પરીક્ષાનો ખર્ચ વસૂલવા યુનિવર્સીટી મક્કમ

|

Jun 02, 2022 | 10:02 AM

આ મામલે ઇન્ચાર્જ (Incharge )રજિસ્ટ્રારનાં નિવેદનનાં આધારે હવે ઉમરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરશે અને ત્યારબાદ અરજીનાં આધારે બેદરકારો સામે ફોજદારી ગુનો દાખલ કરવો કે નહીં તેનો નિર્ણય કરાશે.

Surat : એક સાથે પાંચ-પાંચ પેપર લીક કેસમાં વાડિયા કોલેજ પાસે પરીક્ષાનો ખર્ચ વસૂલવા યુનિવર્સીટી મક્કમ
Wadia Womems College (File Image )

Follow us on

વાડીયા વિમેન્સ કોલેજના (Wadia Womens College ) આચાર્ય અને સુપ્રિટેન્ડન્ટની (Superintendent ) બેદરકારીનાં કારણે એક પ્રશ્નપત્રો (Question Paper ) ફુટવાની ઘટનામાં અંતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ઉમરા પોલીસમાં પોતાનાં જવાબો રજુ કર્યા છે. બે મહિના જુની ઘટનામાં તપાસ કમિટીનાં રિપોર્ટ અને સિન્ડીકેટ દ્વારા કોલેજ પાસેથી પરીક્ષા ખર્ચ વસુલ કરવા માટે કરવામાં આવેલા નિર્ણયને વળગી રહીને ઇન્ચાર્જ રજીસ્ટ્રારે પોલીસ સમક્ષ જવાબો લખાવ્યા હતા. જેને પગલે હવે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી એપ્રિલ મહિનાની પરીક્ષા દરમિયાન કોલેજનાં સ્ટાફનાં નિવેદનો, સીસીટીવી યુનિવર્સિટી તરફથી રજુ કરવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતુ કે પેપર ફૂટવાની આખી ઘટનામાં માનવીય ભૂલ છે. જેના કારણે શિક્ષણ જગતને કલંકિત કરે તેવી આ ઘટના બની છે.

આખા રાજ્યમાં જયારે પેપર ફૂટવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી ત્યારે  બી.કોમ સેમેસ્ટર-6 અર્થશાસ્ત્ર, બીએ સેમેસ્ટર-6 ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ અને હોમ સાયન્સના પાંચ પ્રશ્નપત્રોના બંડલ પરીક્ષાના એક દિવસ અગાઉ વાડિયા વિમેન્સ કોલેજ ખાતે ખુલી ગયા હતા. જેને પગલે 20મી એપ્રિલના રોજ આ પાંચેય પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ કોલેજના આચાર્ય ડો. અશોક દેસાઇ, પરીક્ષા સુપ્રિટેન્ડન્ટ ડો. ભરત ભંડારી, ડો. કે સી પટેલ સહિતનાં 12 વ્યક્તિઓને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

શું હતી ઘટના ?

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સટી દ્વારા લેવામાં આવેલી એપ્રિલ મહિનાની પરીક્ષા દરમ્યાન  20 તારીખનાં  પ્રશ્નપત્રો 19 તારીખે જ વાડીયા વિમેન્સ કોલેજમાં ખુલી ગયા હતા, અને સોશ્યિલ મિડીયામાં પણ ફરતા થઇ ગયા હોવાથી યુનિવર્સિટીએ 20 તારીખની પરીક્ષા રદ કરવી પડી હતી અને 25 હજાર વિદ્યાર્થીઓએ બીજી તારીખે નવસેરથી બે , પરીક્ષા આપવાની નોબત આવી હતી. આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડતા યુનિવર્સિટીએ ઉમરા પોલીસમાં અરજી કરી તપાસની માંગણી કરી હતી, જેમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરફથી ઉમરા પોલીસમાં જવાબો ૨જુ ક૨વામાં આવ્યા હતા.

યુનિવર્સીટી તરફથી રજૂ કરવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ કમિટીના રિપોર્ટમાં કોલેજના સ્ટાફના નિવેદનો, સીસીટીવી ફૂટેજ અને ધરાવાને ધ્યાનમાં લેવામાં આવે તો આખી ઘટના માનવક્ષતિ હોવાનું જણાઇ આવ્યું છે. જેને પગલે યુનિવર્સિટી તરફથી સિન્ડીકેટની બેઠકમાં આ મામલે બી.કોમ તેમજ બી.એનાં પ્રશ્નપત્રો જે ફુટી ગયા હતા, અને રિ-પ્રિન્ટ કરાવવા પડ્યા હતા તે તમામ ખર્ચ વાડિયા વિમેન્સ કોલેજ પાસેથી વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ કોલેજ સામે પણ સિન્ડીકેટ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

આ મામલે ઇન્ચાર્જ રજિસ્ટ્રારનાં નિવેદનનાં આધારે હવે ઉમરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરશે અને ત્યારબાદ અરજીનાં આધારે બેદરકારો સામે ફોજદારી ગુનો દાખલ કરવો કે નહીં તેનો નિર્ણય કરાશે. આમ બે મહિના જૂની આ ઘટનામાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારે પોલીસ સમક્ષ જવાબ લખાવ્યા છે, હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Next Article