સુરત શહેર તેની ખૂબસૂરતી (Beautiful ) માટે પહેલાથી જાણીતું છે. સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) શહેરની પ્રાથમિક સુવિધાઓ માટે તો ખર્ચ કરે જ છે, પણ સાથે સાથે શહેરના બ્યુટીફીકેશન માટે પણ મનપા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. અને આ રીતે સુરતને વધુ માણવાલાયક શહેર બનાવે છે.
માત્ર સુરત મહાનગરપાલિકા જ નહીં પણ કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા પણ તેમાં ભાગીદારી બતાવવામાં આવે છે. આવી જ એક સંસ્થા છે યુથ નેશન. આ એનજીઓ છેલ્લા ઘણા વર્ષોથી દર 26 જાન્યુઆરીએ Say No To Drugs નામનું કેમ્પઈન ચલાવે છે. અને યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવાનો મેસેજ આપે છે.
હાલમાં કોરોનાની અઘોષિત ત્રીજી લહેર વચ્ચે જાહેર કાર્યક્રમો કરવા મુશ્કેલ છે. ત્યારે આ સંસ્થા દ્વારા એક નવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તે છે સંદેશા સાથે શહેરનું બ્યુટીફીકેશન. સુરતની આ સંસ્થાના યુવાનોએ અણુવ્રત દ્વાર રોડ પર પિલર અને ડ્રમ ને રંગરોગાન કરવાનું શરૂ કર્યું છે. જેનો એક વિડીયો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે આપણે એકલા ઘણું ઓછું કરી શકીએ છીએ, પણ જો સાથે મળીને કોઈ કામ કરીએ તો ઘણો બદલાવ લાવી શકીએ છીએ. આવું લખીને તેઓએ સુરતના કલાકારોનો આભાર માન્યો હતો.
આ અંગેની વધુ માહિતી આપતા સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે અણુવ્રત દ્વાર નીચે ખોટું દબાણ અને ગંદકી થતી હતી. જેની ફરિયાદ સ્થાનિકો દ્વારા પણ કરવામાં આવી હતી. આ વિસ્તાર ધારાસભ્ય અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પણ છે. જેથી આ વખતે શહેરના બ્યુટીફીકેશનનો વિચાર આવ્યો.
આ સંસ્થાના સહયોગથી અહીં બ્રિજ નીચે બે પિલર, 200 થી વધારે ડ્રમને પેઇન્ટિંગ કરીને અમે બ્યુટીફીકેશન કરી રહ્યા છે. સાથે જ say no to drugs નો પણ મેસેજ અમે આપીશું. આ પહેલ થકી શહેરની સુંદરતામાં પણ વધારો થશે. આ ડ્રમ માં અમે પ્લાન્ટેશન પણ કરીશું. જેથી શહેરની હરિયાળીમાં પણ વધારો થશે.