Surat: હર્ષ સંઘવીના 10 વર્ષીય પુત્રએ ગુજરાતી રેપ સોંગ ગાઈ સૌને ઝુમાવી દીધા, તમે પણ કહી ઉઠશો બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં શુભાનઅલ્લાહ

|

Mar 17, 2022 | 3:16 PM

તાજેતરમાં જ હોમ મિનિસ્ટરે તેમના પુત્રનો એક વિડીયો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેયર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે ગર્વ થાય છે દીકરા પર..અને બીજું લખ્યું છે કે મારા દીકરા આરુષનું આ રેપ સોન્ગ દરેક રીતે સાચું છે.

Surat: હર્ષ સંઘવીના 10 વર્ષીય પુત્રએ ગુજરાતી રેપ સોંગ ગાઈ સૌને ઝુમાવી દીધા, તમે પણ કહી ઉઠશો બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં શુભાનઅલ્લાહ
Surat: Harsh Sanghvi's 10-year-old son slammed Gujarati rap song

Follow us on

રાજ્યના સૌથી નાની ઉંમરના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi ) તેમના કાર્યોથી હંમેશા ચર્ચામાં રહ્યા છે. સુરતમાં (Surat) પણ મજુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીતેલા હર્ષ સંઘવી સૌથી નાની ઉંમરના ધારાસભ્ય પણ હતા. જોકે તેમની સાથે સાથે તેમના પરિવારમાં રહેલા નાના સભ્યો પણ નાની ઉંમરે મોટું કામ કરી રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના 10 વર્ષીય પુત્ર આરુષની. તાજેતરમાં જ હોમ મિનિસ્ટરે તેમના પુત્રનો એક વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેયર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે ગર્વ થાય છે દીકરા પર..અને બીજું લખ્યું છે કે મારા દીકરા આરુષનું આ રેપ સોન્ગ દરેક રીતે સાચું છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આરુષ આ રેપ સોન્ગમાં ગાતો દેખાય રહ્યો છે કે હું જ્યાં રહીશ, ત્યાં ગુજરાતી રહીશ. હોટેલમાં, હરવા ફરવા કયાંય પણ જઈશ તો પણ હું ગુજરાતી છું ગુજરાતી રહીશ. આ શબ્દો પર જયારે આરુષ રેપ સોન્ગ ગાઈ રહ્યો છે, ત્યારે તેના મિત્રો પણ ખુશીથી ઝૂમી રહ્યા છે. તેનો આ અંદાજ સૌ કોઈને પસંદ પડી રહ્યો છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શેયર કરેલા આ વીડિયો પર રાજ્યના જાણીતા ગાયક કલાકારોએ કોમેન્ટ પણ કરી છે. જેમાં ભૂમિ ત્રિવેદી અને કિંજલ દવેએ પણ તેના ખુબ વખાણ કર્યા છે. અત્યાર સુધી આ વીડિયોને  હજારો લોકો જોઈ ચુક્યા છે. અને લોકો તેને ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હર્ષ સંઘવીના પરિવારમાં તેમના પત્ની, માતા સહિત તેમનો 10 વર્ષીય મોટો દીકરો આરુષ અને 4 વર્ષની દીકરી નીરવા છે. હર્ષ સંઘવીએ આ પહેલા પણ એક કાર્યક્રમમાં તેના પરિવારનો તેમની સફળતા બદલ મોટો ફાળો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :Surat : ઉધના રેલવે સ્ટેશન બનશે આધુનિક, એરપોર્ટની જેમ સુવિધાઓમાં કરાશે વધારો

આ પણ વાંચો : સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા મામલે આરોપી ફેનિલ હજુ પણ બચવા માટે પ્રયાસો કરી રહ્યો છે, લાજપોર જેલમાંથી તેની એક ગંભીર હરકત સામે આવી

Next Article