Surat : શહેરનું નામ વિશ્વ ફલક પર ચમકાવનાર હરમીત દેસાઈને ફૂલડે વધાવવામાં આવશે

કોમનવેલ્થ(Commonwealth ) ગેમ્સમાં મેડલ જીતીને સુરતના હરમીત દેસાઈએ સુરતનું નામ વિશ્વ ફલક પર ફરી એકવાર રોશન કર્યું છે. ત્યારે આ ક્ષણને વધાવી લેવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાસ અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે. 

Surat : શહેરનું નામ વિશ્વ ફલક પર ચમકાવનાર હરમીત દેસાઈને ફૂલડે વધાવવામાં આવશે
Surat: Harmeet Desai, who made the name of the city shine on the world stage, will be felicitated
| Edited By: | Updated on: Aug 15, 2022 | 3:18 PM

ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(SGCCI) નાં પેટ્રન મેમ્બર એવા ટેબલ ટેનિસ(Table Tennis ) પ્લેયર હરમિત દેસાઇએ(Harmeet Desai ) તાજેતરમાં બર્મિંગહામમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારતને ગોલ્ડ મેડલ અપાવી વિશ્વના ફલક પર સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે. આવા ગૌરવવંતા સુરતી હરમિત દેસાઇને ચેમ્બર ઓફ કોમર્સ જાહેર અભિવાદન સમારોહમાં ફુલડે ફુલડે વધાવશે એમ ચેમ્બર પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું.

મંગળવારે સાંજે 6 કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાનારા હરમીત દેસાઇના અભિવાદન સમારોહમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા મેયર હેમાલીબેન બોઘાવાલા અને સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત વિવિધ ઔદ્યોગિક સંગઠનો દ્વારા પણ હરમિત દેસાઇનું બહુમાન કરવામાં આવશે.

હરમીતની સિદ્ધિ સુરત માટે ગૌરવ સમાન :

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સુરતના હરમીત રાજુલ દેસાઇ ચેમ્બર ઓફ કોમર્સના પેટ્રન સભ્ય છે. હરિમત દેસાઇએ મેળવેલી સિદ્ધી વિષે સુરત તેમજ ગુજરાત જ નહીં પણ આખો દેશ ગૌરવ લઇ રહ્યું છે. ખાસ કરીને હરમિત દેસાઇના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે અને તેની સાથે સમગ્ર સુરતમાં તેની ઉજવણી થઇ રહી છે. દેશ માટે ગોલ્ડ અપાવનાર હરમિત દેસાઇ માટે ચેમ્બર ઓફ કોમર્સ પણ ગૌરવ અનુભવે છે અને તેમના સન્માન માટે ઉપરોકત કાર્યક્રમનું આયોજન કર્યું છે.

હરમીત દેસાઈને ફૂલડે વધાવી લેવામાં આવશે :

મંગળવારે યોજાનારા જાહેર અભિવાદન સમારોહમાં શહેરની અનેક સામાજિક સેવાભાવી સંસ્થાઓ સુરતને ગૌરવ અપાવનાર હરમિત દેસાઇને ફુલડે વધાવશે. નોંધનીય છે કે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને સુરતના હરમીત દેસાઈએ સુરતનું નામ વિશ્વ ફલક પર ફરી એકવાર રોશન કર્યું છે. ત્યારે આ ક્ષણને વધાવી લેવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાસ અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે.