Surat : ધોળા હાથી સાબિત થયેલા માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા થકી આવક ઉભી કરવા કોર્પોરેશને હાથ ધરી કવાયત

|

Jun 18, 2022 | 9:49 AM

આ પહેલા ગાર્ડન (Garden )અને ટ્રાફિક સર્કલને પીપીપી ધોરણે આપવાનું નક્કી કરાઈ ચૂક્યું છે, અને હવે મહાનગરપાલિકા બસ ટર્મિનલમાં પણ દુકાનો અને હોલ બનાવીને ભાડેથી આપીને આવક ઉભી કરવાની દિશામાં આગળ વધી રહી છે. 

Surat : ધોળા હાથી સાબિત થયેલા માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા થકી આવક ઉભી કરવા કોર્પોરેશને હાથ ધરી કવાયત
BRTS Bus Depot (File Image )

Follow us on

સુરત મહાનગરપાલિકાની (SMC) સતત ઘટતી આવક સામે વધી રહેલા ખર્ચને (Expenditure ) પહોંચી વળવા માટે કોર્પોરેશનના સત્તાધીશો હવે આવકના (Income )નવા સ્ત્રોત માટે કટિબદ્ધ બન્યું હોય તેમ નજરે પડી રહ્યું છે. જેના ભાગરૂપે જ શહેરના અઠવા ઝોનમાં સાકાર થનાર સિટી અને બીઆરટીએસ બસ માટેના ટર્મિનલ બિલ્ડીંગમાં ઓફિસ,  દુકાનો અને મલ્ટીપર્પઝ હોલ સહિતની સુવિધા ઉભી કરી આવક ૨ળવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભે મનપાની જાહેર પરિવહન સમિતિ સમક્ષ અંદાજે 13.50 કરોડ રૂપિયાના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાની એક દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

સુરતના ગરીબ અને મધ્યમવર્ગના નોકરિયાત વર્ગ માટે આર્શીવાદ રૂપ સીટી બસ અને બીઆરટીએસની સુવિધા પાછળ સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. જોકે, હવે ધોળો હાથી સાબિત થઈ રહેલ માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા થકી પણ આવક ઉભી કરવા માટે મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અઠવા ઝોન ખાતે ટીપી સ્કીમ નં. 29 (વેસુ – મગદલ્લા) ખાતે આવેલ પ્લોટમાં બસ ડેપો ટર્મિનલ વર્કશોપ બનાવવાની દિશામાં શાસકો આગળ વધી શકે છે.

આ પ્રોજેક્ટ માટે હાલમાં મળનારી જાહેર પરિહવન સમિતિ સમક્ષ શાસકો દ્વારા 13.50 કરોડ રૂપિયાના ખર્ચ સાથેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. હાલ સુરત મહાનગર પાલિકાના અલગ અલગ ઝોન વિસ્તારોમાં સીટી અને બીઆરટીએસ બસના આઠ ટર્મિનલ કાર્યરત છે. આગામી દિવસોમાં અન્ય બસ ડેપોની જરૂરિયાતને ધ્યાને રાખીને અઠવા ઝોનમાં વેસુ – મગદલ્લા ખાતે બનનારા આ ટર્મિનલમાં 37 ઈલેક્ટ્રીક બસોના ચાર્જંગ પોઈન્ટ સહિત 47 બસોના પોકિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ સિવાય ટર્મિનલ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ સહિત ચાર માળનું બાંધકામ કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર વર્કશોપ માટે ઉપયોગમાં લેવામાં આવશે. જ્યારે અન્ય માળોમાં ઓફિસ – દુકાનો અને મલ્ટીપર્પઝ હોલ સહિતની સુવિધા થકી સુરત મહાનગર પાલિકા દ્વારા આવકના સાધન ઉભા કરવા તરફ પણ આગોતરૂં આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે કોર્પોરેશનની તિજોરી તળિયે આવી છે, ત્યારે કોર્પોરેશન પોતાના જ પ્રોજેક્ટો થકી આવક કેવી રીતે વધારી શકાય તે દિશામાં વિચારી રહી છે, આ પહેલા ગાર્ડન અને ટ્રાફિક સર્કલને પીપીપી ધોરણે આપવાનું નક્કી કરાઈ ચૂક્યું છે, અને હવે મહાનગરપાલિકા બસ ટર્મિનલમાં પણ દુકાનો અને હોલ બનાવીને ભાડેથી આપીને આવક ઉભી કરવાની દિશામાં આગળ વધી રહી છે.

Next Article