SURAT: બારડોલીમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર, ‘મત માંગવા આવવું નહીં’

|

Jan 22, 2021 | 6:21 PM

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સુરત (SURAT)ના બારડોલીમાં અસુવિધાઓથી ત્રસ્ત નાગરિકોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સુરત (SURAT)ના બારડોલીમાં અસુવિધાઓથી ત્રસ્ત નાગરિકોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. સુરતના બારડોલીમાં વોર્ડ નંબર-4માં ગોવિંદનગર સોસાયટીના રહીશોએ સોસાયટીના પ્રવેશ દ્વાર પર ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યાં છે. સોસાયટીના રહીશોએ બેનરમાં પોતાને વેઠવી પડી રહેલી મુશ્કેલીઓ અને અસુવિધાઓ અંગે લખીને સાથે લખ્યું છે કે આ સોસાયટીમાં કોઈ પાર્ટીના કાર્યકરો કે નેતાઓએ મત માંગવા આવવું નહીં.

 

 

સુરતના બારડોલીમાં વોર્ડ નં-4માં આવેલી ગોવિંદનગર સોસાયટીમાં 300 જેટલા મતદારો છે. સોસાયટીમાં રસ્તા, સફાઈ તમેજ પાણીના મુદ્દે સોસાયટીના મતદારોમાં નારાજગી છે. દર વખતે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મોટા મોટા વાયદાઓ કરે છે પણ ચૂંટણી જીતીને પ્રજાને કરેલ વાયદાઓ ભૂલી જાય છે. આવા નેતાઓને પાઠ ભણાવવા માટે નાગરિકો પાસે ચૂંટણી બહિષ્કાર સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

 

આ પણ વાંચો: Congressના નવા અધ્યક્ષ માટે જોવી પડશે રાહ, 5 રાજ્યોની ચૂંટણી પછી થશે જાહેરાત

Next Video