Surat : શહેરમાં ગરમીની અસર : પખવાડિયામાં સરેરાશ 1425 એમએલડી પાણીનો ઉપાડ

|

May 08, 2022 | 2:14 PM

સામાન્ય રીતે શહેરમાં 1250 થી 1300 એમએલડી પાણીની ખપત હોય છે. 2 મેના રોજ સર્વાધિક 1493 એમએલડી પાણી શહેરમાં સપ્લાય કરાયું હતું.

Surat : શહેરમાં ગરમીની અસર : પખવાડિયામાં સરેરાશ 1425 એમએલડી પાણીનો ઉપાડ
Symbolic image

Follow us on

છેલ્લા બે અઠવાડિયાથી આકરી ગરમી (Heat) ને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આકરી ગરમીને કારણે સુરત (Surat) મનપા દ્વારા અપાતા પાણી પુરવઠાની ખપતમાં પણ નોંધપાત્ર વધારો છેલ્લા બે અઠવાડિયામાં નોંધાયો છે. સામાન્ય રીતે શહેરમાં 1250 થી 1300 એમએલડી પાણીની ખપત હોય છે. પરંતુ છેલ્લા બે અઠવાડિયામાં સરેરાશ 1425 એમએલડીથી વધુ પાણીના જથ્થાનો સપ્લાય સુરત મનપા દ્વારા થઈ રહ્યો છે. 2 મેના રોજ સર્વાધિક 1493 એમએલડી પાણી શહેરમાં સપ્લાય કરાયું હતું.

આકરી ગરમી હોવા છતાં સદભાગ્યે તાપી નદીના ઉપરવાસમાં ઈન્ટેકવેલ પાસે રો વોટરની ક્વોલિટીમાં બગાડ થયો નથી. એપ્રિલ મહિનાના ચોથા અઠવાડિયાથી સતત ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. આકરી ગરમીને કારણે મનપા દ્વારા અપાતા પાણી પુરવઠામાં નોંધપાત્ર વધારો છેલ્લા બે સપ્તાહમાં નોંધાયો છે. 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધી સરેરાશ 1455 એમએલડી પાણીનો સપ્લાય શહેરમાં કરવામાં આવ્યો હતો. પાણીની ખપતમાં થયેલ વધારાને કારણે કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેસરથી પાણી સપ્લાયની ફરિયાદો પણ ઊભી થઈ હતી. આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેતા
મનપા દ્વારા થતા પાણી સપ્લાયનો જથ્થાનો આંકડો ઉપર જ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ચાલુ અઠવાડિયામાં પણ સરેરાશ 1425 એમએલડી પાણી શહેરમાં સપ્લાય કરાયું છે. જે પૈકી 2 મેના રોજ અત્યાર સુધીનું સૌથી વધુ 1493 એમએલડી પાણી પુરવઠો મનપાએ પૂરો પાડ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નોંધનીય છે કે, ભારે ગરમી છતાં ચાલુ વર્ષે તાપી નદીના ઉપરવાસમાં ઈન્ટેકવેલની આસપાસ રો વોટરની ક્વોલિટીમાં બગાડ થયો નથી તેથી મનપાને મોટી રાહત થઈ છે. હાલ પણ વિયર પાસે તાપીની સપાટી 5.20 મીટરની આસપાસ છે. તંત્ર દ્વારા વિયરની સપાટી 5 મીટરે મેઈન્ટેન રાખવામાં આવી રહી છે. ભારે ગરમીનો આ તબક્કો એકાદ અઠવાડિયામાં પૂર્ણ થવાની શક્યતા છે. અને આ વર્ષે સદ્ભાગ્યે તાપી નદીમાં ઈન્ટેકવેલ પાસે રો વોટરની ક્વોલિટી યથાવત રહેતા મનપા તંત્ર માટે તાપીમાંથી પાણીનો પૂરતો જથ્થા મેળવવાનું પણ શક્ય બન્યું છે.

રાજ્યમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી હીટવેવનું જોર ઘટતાં ગરમીથી રાહત રહી હતી. જો કે ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર આકરી ગરમીનો અનુભવ થશે. આગામી ચાર દિવસો એટલે કે 8થી 14 મે દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે. જેની અસરથી ફરી ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હીટવેવને લીધે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. અઠવાડિયા સુધી 44થી 45 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થશે. જેની અસરથી ગરમીનો પારો અચાનક ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબૂત બનશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ અને સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી આજથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થશે. જેના કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો ઉંચકાશે.

Next Article