રાજ્યમાં વ્યવસાયિક સ્થાનો પર સીસીટીવી લગાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી ખ્યાલ આવે છે કે સીસીટીવી શું કામ આવે છે. સુરત શહેરમાં એક ફેકટરીમાં સીસીટીવીને કારણે મોટી ચોરી થતા રહી ગઈ હતી. માલિક અને પોલીસ દ્વારા ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં દિનપ્રતિદિન ઘરફોડચોરી, લુંટ , હત્યાના બનાવોને રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક એવી ઘટના સામે આવી કે એક ફેકટરીના માલિક દ્વારા શોરૂમના અને ગોડાઉનના સીસીટીવી મોબાઈલમાં લાઈવ જોઈ શકે તે માટે એપ્લિકેશન નાખેલ હતી. તેના આધારે ફેકટરી માલિકને ત્યાં મોટી ચોરી થતા રહી ગઈ હતી.
દરમિયાન વરાછા વિસ્તારમાં રહેતા અંકુશ અશોકભાઈ ભાદાણીએ તેઓના શોરૂમમાં ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે ત્યારે સીસીટીવી કેમેરાઓ લગાવેલ હોય અને તેના ફુટેજ અશોકભાઈના મોબાઈલ ફોનમાં દેખાતા હોય જેથી અશોકભાઈએ પોતાના ઘરેથી મોબાઈલ ફોનના સીસીટીની ફુટેજમાં કોઈ ચોર ઈસમ તેના શોરૂમમાં ઘુસી ચોરી કરતાં દેખાતા તાત્કાલિક અશોકભાઈ ઘરેથી પોતાની ગાડી લઈ શો રૂમ તરફ રવાના થયા હતા અને સાથે ખટોદરા પોલીસને જાણ કરી હતી. સુરત શહેરની ખટોદરા પોલીસ સ્ટેશનનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જેથી પોલીસ પણ તાત્કાલિક ખટોદરા સ્થિત આવેલ શોરૂમ ખાતે પહોંચી ગઈ હતી તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી ચોરી કરના ચોર ભાવેશ ઉર્ફે ગુડ્ડુ દીલીપ સોનવણેને ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડયો હતો.
પોલીસ અને મલિક ફેકટરી પહોંચી ગયા અને તેણે ભાવેશ પાસેથી ચોરીનો હાથ ધોવાની ગેંડીના નળ પાંચ નંગ, સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન,મળી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે આરોપી ભાવેશ વિરુધ અગાઉ પણ સલાબતપુરામાં ત્રણ અને ઉમરા પોલી સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુકયા છે.મહત્વનું એ છે કે જો મોબાઈલમાં આ સીસીટવી ના હોત તો આજે ચોરીની ઘટના બની હોત સાથે સ્થાનિક પોલીસ અને અલગ અલગ બ્રાન્ચ કામે લાગી હોત એટલે કે માલિક ની સુચકતા ને લઈ આ આરોપી રંગે હાથે ઝડપાઇ ગયો છે.
આ પણ વાંચોઃ પાંચ રાજ્યોના પરિણામની અસર વિધાનસભા ગૃહમા જોવા મળી, ભાજપના ધારાસભ્યોએ કહ્યું, કોંગ્રેસના સુપડાં સાફ
આ પણ વાંચોઃ પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોઃ તમામ રાજ્યોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જતાં ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી શરૂ