Surat: સપનાના ઘરનું સપનું જ રહી ગયું, પીએમ આવાસ યોજનાના 3 વર્ષ પછી પણ લાભાર્થીઓ મકાનથી વંચિત

|

Aug 07, 2021 | 9:22 AM

પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોને છેલ્લા 3 વર્ષથી મકાનનો કબ્જો મળી શક્યો નથી. જેના કારણે લોકોનું સપનાનું ઘર મેળવવાનું સપનું સપનું જ રહી ગયું છે. હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા 15 દિવસમાં ઈજારેદારને આવાસનો કબ્જો આપવા તાકીદ કરી છે.

Surat: સપનાના ઘરનું સપનું જ રહી ગયું, પીએમ આવાસ યોજનાના 3 વર્ષ પછી પણ લાભાર્થીઓ મકાનથી વંચિત
PM Awas Yojana Awas people have not got a house even after 3 years

Follow us on

Surat પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા કરવામાં આવેલા ડ્રોમાં પોતાના ઘરનું સપનું જોતા લોકોએ 45-45 હજાર કરીને બે હપ્તામાં ઘરનું દઉં પેમેન્ટ ચૂક્યું હતું. પરંતુ હજી સુધી ઘરનો કબ્જો મળી શક્યો નથી. પોતાના ઘરનો કબ્જો મેળવવા માટે અસરગ્રસ્તો પાલિકા કચેરીના ચક્કર ખાઈ રહ્યા છે. છતાં તેમને કોઈ યોગ્ય જવાબ નથી મળી રહ્યો.

સુરતના વેસુ, રૂંઢ વિસ્તારમાં આવા 20-25 નહીં પણ કુલ 660 જેટલા પરિવારો છે જેઓ પોતાના મકાન માટે અસંખ્ય વખત રજૂઆતો કરી ચુક્યા છે. એક તરફ મકાનનું ભાડું ભરવાનું છે તો બીજી તરફ બેન્ક લોનના હપ્તા. કારણ કે આ જ મકાનો માટે તેઓએ બેકમાંથી લોન પણ લીધી હતી.

ટીપી 28 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 660 જેટલા લાભાર્થીઓએ અસંખ્ય વખત મ્યુનિસિપલ કમિશનર અને મેયરને રજૂઆતો કરી છે પણ હજી સુધી તેમની ફરિયાદોનું કોઈ નિરાકરણ આવી શક્યું નથી. અસરગ્રસ્ત પરિવારોનું તો એ પણ કહેવું છે કે જો હજી પણ તેમને પોતાનું ઘર નહીં મળશે તો શહેર છોડીને જતા રહેવાનો વારો આવશે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

શું છે આખો મામલો ?
ટીપી 28 વેસુ રૂંઢ પીએમ આવાસ યોજના માટે 2018માં ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં 660 જેટલા લાભાર્થીઓએ 45-45 હજારનું પેમેન્ટ કકવી દીધું હતું. મનપાએ માર્ચ 2019માં કબ્જો હતી પણ હજી સુધી કબ્જો મળ્યો નથી. તેવામાં બેક લોનના હપ્તા પણ તેઓએ ચૂકવવા પડી રહ્યા છે.

લાભાર્થી શોભા ડેરેનું જણાવવું છે કે કોરોનના કારણે પહેલાથી જ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેવામાં હજી અમને આવાસ નહીં મળતા અમે ક્યાં જઈએ તે ખબર નથી પડતી. મેયર મેડમને રજુઆત કરી છે કે તમારા બંગલાની જેમ અમને બંગલો તો નથી જોઈતો પણ અમારું ઘર મેળવી આપો. નહીં તો અમારે શહેર છોડી જવાનો વારો આવશે.

જોકે સમગ્ર બાબતે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુમન મલ્હારના ઈજારેદારને 15 દિવસમાં કામ પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે. અને ટૂંક સમયમાં આવાસનો કબ્જો લોકોને આપી દેવા અધિકારીઓને સૂચના પણ આપી છે.

Published On - 8:54 am, Sat, 7 August 21

Next Article