Surat : ગ્રીષ્મા હત્યા કેસ પર નાટક બન્યું, સુરતના નાટ્યકલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ પ્રસ્તુતી તૈયાર કરી

|

Mar 23, 2022 | 3:16 PM

ફક્ત આ વિષય પર નાટક કરવાનો વિચાર આવ્યો અને નાટક લખ્યું એટલે પૂરું થઈ ગયું એવું નથી. નાટક લોકો સુધી પહોંચાડવા માટે તેને સારી રીતે ભજવવું પડે છે અને તેને ભજવવા માટે કલાકારો ની પણ જરૂર પડતી હોય છે ત્યાર બાદ જ લોકો સુધી તે પહોંચી શકે છે.

Surat : ગ્રીષ્મા હત્યા કેસ પર નાટક બન્યું, સુરતના નાટ્યકલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ પ્રસ્તુતી તૈયાર કરી
ગ્રીષ્મા હત્યાકેસ પર નાટક બન્યું

Follow us on

સુરત (Surat) સહીત આખા રાજ્યમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા કેસ (Grishma murder case) લોકોના દિલો દિમાગમાં હજી પણ તાજા છે. જયારે આ ઘટના બની હતી તે પછી પણ લોકોના મનમાં અનેક પ્રશ્નો થયા હતા કે આ ઘટના કેવી રીતે બની ? આખરે આવું કેમ થયું ? શું કોઈ તેને રોકી શક્યું હોત ? જાહેરમાં જેની હત્યા કરાઈ તે ગ્રીષ્માને બચાવી શકાય હોત કે પછી તેને મારનાર ફેનિલ ને સમજાવી શકાયો હોત ? આવા કેટલાય પ્રશ્નો આજે પણ લોકોના મન માં ઉઠી રહ્યા છે. જોકે હવે ઘટના બન્યા પછી ઉઠી રહેલા  આ સવાલો પણ નિરર્થક છે. ત્યારે લોકોના મનમાં ઉભા થતા આ પ્રકારના પ્રશ્નોને એક અલગ અંદાજમાં રજુ કરવા માટે સુરતના નાટ્ય કલાકારો ભેગા થયા છે. અને તેઓએ ગ્રીષ્મા હત્યાકાંડ નો સંદર્ભ લઈ ને એક અલગ જ નાટક (Drama)  “સ્ટોપ” બનાવ્યું છે, “સ્ટોપ” નાટક ના માધ્યમથી નાટકના દિગ્દર્શક (Director) અને કલાકારો (Artists) એ લોકોના મન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.

ચકચારીત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ ની હાલ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે અને આરોપી ફેનિલ પર ચુકાદો જલ્દી આવે તેવી સંભાવના છે. ત્યારે ગ્રીષ્મા સાથે જોડાયેલ તેના પરિવાર અને લોકોની સંવેદના ને રજુ કરતુ આ નાટક સુરતના નાટ્યકારો દ્વારા ભજવવામાં આવનાર છે.

ગ્રીષ્મા હત્યાકાંડ નો વિડીયો જોયા બાદ દિગ્દર્શક પરેશ વોરા ના મગજમાં વિચાર આવ્યો કે આ ઘટના શા માટે બની ? હજુ પણ સમાજમાં કદાચ ઘણી ગ્રીષ્મા ઓ છે અને હજી કેટલાય ફેનિલ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેવામાં સમાજ ને જાગૃત કરવા અને સમાજને એક મેસેજ જાય તેવા વિચાર સાથે તેઓએ આ નાટક ભજવવાનું નક્કી કર્યું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ફક્ત આ વિષય પર નાટક કરવાનો વિચાર આવ્યો અને નાટક લખ્યું એટલે પૂરું થઈ ગયું એવું નથી. નાટક લોકો સુધી પહોંચાડવા માટે તેને સારી રીતે ભજવવું પડે છે અને તેને ભજવવા માટે કલાકારો ની પણ જરૂર પડતી હોય છે ત્યાર બાદ જ લોકો સુધી તે પહોંચી શકે છે.

આ નાટક માં ફેનિલ અને ગ્રીષ્મા નું મુખ્ય પાત્ર ભજવનાર કલાકાર અંગે પણ દિગ્દર્શક મૂંઝવણમાં હતાં પરંતુ કલાકાર એ જ હોય છે જે દરેક પાત્ર બખૂબી રીતે ભજવી જાણે તે પછી સારું હોય કે ખરાબ.

આ નાટકમાં ફેનિલ નું પાત્ર નેગેટિવ જ કહી શકાય પરંતુ એક કલાકાર તરીકે તેને ભજવવું તો પડે જ. ફેનિલ અને ગ્રીષ્મા નું પાત્ર ભજવનાર કલાકારો પણ ગર્વ અનુભવી રહ્યા હતા કે સમાજમાં એક સારો મેસેજ એક સારી વાત લોકો સુધી પહોંચાડવાનું તેઓ માધ્યમ બની રહ્યા છે.

આગામી સમયમાં જયારે વિશ્વ રંગભૂમિ દિવસ આવી રહ્યો છે ત્યારે સુરતના આ નાટ્યકારો દ્વારા રંગભૂમિ માં પ્રાણ પુરવાની સાથે સાથે સમાજમાં એક જાગૃતિ લાવવાનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નાટક થકી તેમનો એક જ પ્રયત્ન છે કે હવે પછી સમાજ માં ક્યાંય પણ કોઈ ગ્રીષ્મા આવી ઘટનાનો ભોગ ન બને. તે પહેલાં ફેનીલ જેવા યુવાનોને સમજાવીને આવી ઘટનાઓ બનતા અટકાવી શકાય.

આ પણ વાંચોઃ   Bhavnagar: રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર ભારતીય યુવાઓ પર પડી, મેડિકલનો અભ્યાસ હવે કયાં પૂરો કરશે?

આ પણ વાંચોઃ ભાવનગર જિલ્લાના રમેશભાઈએ પાણી બચાવવા માટે કરેલા કામોની નોંધ લેવાઈ, દિલ્હીમાં ‘જળ પ્રહરી’ રાષ્ટ્રીય સન્માન અપાશે

Published On - 3:15 pm, Wed, 23 March 22

Next Article