SURAT : ગજેરા સ્કુલને DEOએ ફટકારી નોટીસ, નિયમ વિરુદ્ધ ધોરણ-8ના વર્ગો શરૂ કર્યા હતા

|

Aug 11, 2021 | 3:32 PM

સરકારે ધોરણ-1થી 8ના વર્ગો શરૂ કરવાની હજુ મંજૂરી નથી આપી.. તેમ છતાં ગજેરા સ્કૂલે પોતાની મનમરજીથી ધોરણ-8ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને ભણાવાનું શરૂ કરી દીધુ હતું.

SURAT : શાળામાં વર્ગો શરૂ કરવા અંગે સરકારની ગાઈડલાઈન અને નિયમો નેવે મૂકીને ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવનાર ગજેરા સ્કૂલને DEOએ નોટિસ ફટકારી છે. નિયમ વિરૂદ્ધ ધોરણ 8ના વર્ગો શરૂ કરતા ગજેરા સ્કુલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો કરાયો છે. તપાસ સમિતિએ તૈયાર કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા હતા, જોકે શાળાએ એ વાતનો ઈન્કાર કરી દીધો હતો. હવે સ્કૂલ સામે કાર્યવાહી થશે.

મહત્વનું છે કે સરકારે ધોરણ-1થી 8ના વર્ગો શરૂ કરવાની હજુ મંજૂરી નથી આપી.. તેમ છતાં ગજેરા સ્કૂલે પોતાની મનમરજીથી ધોરણ-8ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને ભણાવાનું શરૂ કરી દીધુ હતું. મામલો ગરમાતા જે તે સમયે પોલીસ પણ સ્કૂલે પહોંચી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં પોલીસે પણ હજુ સુધી સ્કૂલ સામે કોઈ જ પગલાં લીધા નથી.

આ પણ વાંચો : સારા સમાચાર : રાજ્યમાં 17 ઓગષ્ટ બાદ મેઘમહેર થવાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં આનંદ

આ પણ વાંચો : GANDHINAGAR : તાઉતે વાવાઝોડાના વળતર અંગે સરકાર અને વિપક્ષ આમને-સામને, સરકારે રિ-સર્વેની સ્પષ્ટ ના પાડી દીધી

Next Video