Surat અને ઉધના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ પર હવે દર્શનાબેનની નજર, ટૂંક સમયમાં પેન્ડિંગ પ્રશ્નો ઉકેલવા ખાતરી

|

Aug 04, 2021 | 2:57 PM

રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ પાસે હવે સુરતના લોકો ઘણી અપેક્ષા રાખી બેઠા છે. ખાસ કરીને સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ અને પેન્ડિંગ વિકાસ કામ હવે ગતિ પકડે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

Surat અને ઉધના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ પર હવે દર્શનાબેનની નજર, ટૂંક સમયમાં પેન્ડિંગ પ્રશ્નો ઉકેલવા ખાતરી
Darshna Jardosh

Follow us on

રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ (Darshna Jardosh) દ્વારા સુરત (Surat Railway Station ) તેમજ ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station) ના વિકાસ માટે સમીક્ષા બેઠક (Review Meeting) કરવામાં આવી હતી. જેમાં દર્શના જરદોશે આ રેલવે સ્ટેશન પર પેન્ડિંગ કામોને સમયસર પૂરું કરવા માટે અધિકારીઓને તાકીદ કરી છે. સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશન પરથી સમગ્ર દેશભરમાં લગભગ દરેક જિલ્લાના પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે.

તેમજ દેશભરમાં સૌથી વધારે આવક રળી આપતાં સ્ટેશનોમાં સુરત સ્ટેશનની ગણના થાય છે. દેશ ભરમાં એક માત્ર સુરત રેલ્વે સ્ટેશન પહેલા માળે છે. સુરત રેલ્વે સ્ટેશનના વિકાસ માટે અને દેશભરમાં સારામાં સારું અને અનેક પ્રકારની સુવિધા વાળું રેલવે સ્ટેશન વિકસિત થાય તેવા પ્રયત્નો વર્ષોથી ચાલી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હવે કેન્દ્ર સરકાર દ્વારા તેના માટે યોજના બનાવવામાં આવી હતી જે માટે સાંસદ તરીકે દર્શના જરદોશ આ પ્રયાસોને કારણે ગતિ મળી છે. આ સંદર્ભે સુરત ઉધના રેલવે સ્ટેશન યોજના બનાવવામાં આવી છે તે ઝડપથી પૂરી થાય તેમજ યોગ્ય સમય મર્યાદામાં અને સારામાં સારી ગુણવત્તા સાથે લોકોને સગવડ મળે તે માટે સુરતના સાંસદ અને રાજ્યકક્ષાના રેલ મંત્રી દર્શના જરદોશ દ્વારા રેલવેના અધિકારીઓ તેમજ ઇન્ડિયન રેલવે સ્ટેશન વિકાસ કોર્પોરેશનના અધિકારીઓ સાથે રેલ ભવન ખાતે મીટીંગ કરવામાં આવી હતી.

જેમાં હાલ થઈ રહેલા કામોની સમીક્ષા અને આગામી સમય મર્યાદામાં કેવી રીતે કામ પૂરું થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દર્શના જરદોષ દ્વારા યોગ્ય સૂચનો અને આદેશ સાથે સમયસર કામ પૂર્ણ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. આ કામોમાં રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા, યાત્રીઓની સુરક્ષા વધારવા, ટ્રેનોની સંખ્યા અને સીટ વધારવા સહિતના કામો પર ચર્ચા કરવામાં આવી હતી.

Published On - 1:13 pm, Wed, 4 August 21

Next Article