શહેરમાં(Surat ) કોરોનાની ત્રીજી લહેર(Third Wave ) ઝડપથી આગળ વધી રહી છે . ઓમિક્રોનનું (Omicron )સંક્રમણ પણ વધી રહ્યું છે . આમ છતાં શહેરમાં હજુ લોકોમાં જોઇએ તેવી જાગૃતિ દેખાઇ રહી નથી . ત્યારે જો આવી જ સ્થિતિ રહી તો ચાલુ માસના અંત સુધીમાં ફરી એકવાર સુરતમાં સ્થિતિ વણસી જવાની ભીતિ સેવાઇ રહી છે.
જે મુદ્દે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે , હમણા કોરોનાના જે દર્દી મળી રહ્યા છે તેમાં માઇલ્ડ સીમટેમ્સ હોવાથી લોકો ત્રીજી લહેરને હજુ ગંભીરતાથી જોતા નથી. જે યોગ્ય નથી. હોસ્પિટલાઇઝેશનની સંખ્યા હમણા ઓછી છે તેથી લોકો બિન્દાસ છે કે , આ વખતે જોખમ નથી. પરંતુ તે માન્યતા ભૂલ ભરેલી છે.
કારણ કે શરૂઆતમાં હોસ્પિટલાઇઝેશનની સંખ્યા ઓછી જ હોય છે. પરંતુ પિક વખતે સંખ્યા અચાનક વધતી હોય છે. અને રોગચાળો ઓછો થયા બાદ પણ સૌથી છેલ્લે હોસ્પિટલાઇઝેશન ઘટે છે. મનપા કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે , આગામી 45 દિવસ સુરત માટે જોખમી છે. આથી લોકોએ વધુમાં વધુ સાવચેત રહેવું અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે.
સ્કૂલના વિધાર્થીઓને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા અનુરોધ
મનપા કમિશનરે સોમવારે 15 થી 18 વર્ષના વિધાર્થીઓને વેક્સિનેશન શરૂ થયું ત્યારે શાળાઓમાં રાઉન્ડ લીધો હતો. ત્યારે અમુક જગ્યાએ વિદ્યાર્થીઓમાં માસ્ક અને અન્ય ગાઇડલાઇનનું યોગ્ય પાલન નહીં થતું હોવાનું જણાતાં તમામ આરોગ્ય અધિકારીઓને તેના વિસ્તારમાં સ્કૂલોમાં ભણવા આવતા વિધાર્થીઓમાં ગાઇડલાઇનના પાલન બાબતે જાગૃતિ આવે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરી છે .
એક મહિનામાં જ 200 વિદ્યાર્થી સંક્રમિત સુરત શહેરમાં છેલ્લા એક મહિનામાં જ શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા 200 થી વધુ વિધાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા એક તરફ શાળાઓ દ્વારા ઓનલાઈન અભ્યાસક્રમ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ સતત વિધાર્થીઓ સંક્રમણનો ભોગ બની રહ્યા હોવાને કારણે વાલીઓમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. જોકે વિધાર્થીઓના વેક્સિનેશનનો પ્રારંભ થતાં જ વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પહેલા દિવસે મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે વેક્સિન લેતા નજરે પડ્યા હતા . 500 બાળકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકોને સ્કૂલમાં જ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે . આ સિવાય ઓનલાઈન પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન કરાવીને 15 થી 18 વર્ષનાં બાળકો માટે વેક્સિનેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ થયા કોરોના સંક્રમિત, હોમ આઇસોલોટ થયા
આ પણ વાંચો : સુરતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, નદી ઉત્સવના વિરોધમાં ખાડી ઉત્સવનું આયોજન