મહાનગર પાલિકા (Surat Municipal Corporation ) દ્વારા તેની વેબસાઈટ પર કોવિડ 19 ની તમામ માહિતીઓ અને રોજેરોજના કોરોના સંક્રમિત નાગરિકોના આંકડા(Data ) ઉપલબ્ધ થાય તે માટે અલાયદી સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે , કોરોના મહામારીના આંકડાઓ મુદ્દે આઈએસડી વિભાગની આળસ જગજાહેર થઈ ચુકી છે. મહાનગર પાલિકાની વેબસાઈટ પર કોરોના મહામારીના પ્રારંભથી અત્યાર સુધીના તમામ ડેટા અને જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજીના જમાનામાં ત્યારે છેલ્લા ચાર દિવસથી આ કોવિડ -19 ના વેબપેજ કે જેમાં આંગળીના ટેરવા પર શહેરીજનોને મહાનગર પાલિકાની તમામ કામગીરી અને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વર્ષે દહાડે આઈ.એસ.ડી. વિભાગ પાછળ લાખ્ખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે.
સુરત મહાનગર પાલિકાની રજેરજની માહિતી વેબસાઈટ ડિજીટલ ઈન્ડિયાની વાતો કરનારા શાસકોથી તદ્દન વિપરીત દિશામાં આઈએસડીની પર ઉપલબ્ધ થાય તે માટે આ વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે. જોકે અહીં માહિતી સચોટ રીતે મળી ન હોવાની ફરિયાદો પણ અવારનવાર ઉઠી રહી છે.
સુરત શહેરમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે મહાનગર પાલિકાના ઈન્ફોર્મેશન સિસ્ટમ ડિપાર્ટમેન્ટની કથિત કર્તવ્યનિષ્ઠા ઉડીને આંખે વળગે તેમ છે . ડિજીટલ ઈન્ડિયાની વાતો કરનારા શાસકોથી તદ્દન વિપરીત દિશામાં વિચરણ કરી રહેલા આ વિભાગ દ્વારા મહાનગર પાલિકાની વેબસાઈટ પર કોવિડ -19 ની માહિતી અપલોડ કરવાની તસ્દી સુદ્ધાં લેવામાં આવતી નથી. છેલ્લા ચાર દિવસમાં જ સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન વિસ્તાર મળીને 8500 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે ત્યારે હજી સુધી વેબસાઈટ પર આ આંકડાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી.
શહેરમાં આજે બપોર સુધી 680 કેસ નોંધાયા
સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવારો બાદ કોરોના સંક્રમણના દરમાં સતત નોંધાઈ રહેલા ઘટાડાને પગલે વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે . ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહથી સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચકાઈ રહ્યો હતો ત્યારે ત્રીજા તબક્કાની મહામારીનો પ્રારંભના ભણકારા સંભળાઈ રહ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી સુરત શહેરમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો વચ્ચે આજે બપોરે સુરત શહેરમાં 680 ર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે . ગતરોજ સુરત શહેરના તમામ ઝોન વિસ્તાર મળીને 1500 જેટલા કેસો નોંધાયા હતા.
આ પણ વાંચો :