મહારાષ્ટ્રમાંથી સુરત (Surat)આવેલા શિવસેનાના (Shivsena)45 ધારાસભ્યએ સુરતની હોટેલમાં રોકાણ કર્યું હતું તે ઘટનાને લઇને સુરત કોંગ્રેસે (Surat Congress)રહી રહીને સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ દ્વારા હવે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે આ ધારાસભ્યો માટે હોટેલમાં રહેવાની સુવિધા કોણ કરી, કોણે નાણા ચૂકવ્યા તે અંગે તપાસ થવી જોઈએ. મહારાષ્ટ્રમાંથી સુરતમાં આવેલા 45 બળવાખોર ધારાસભ્યોને પગલે ભારે વિવાદ ઉભો થવા પામ્યો હતો. આ મુદ્દે હવે કોંગ્રેસ રહી રહીને જાગી છે. સુરતમાં આ તમામ ધારાસભ્યોને મગદલ્લા સ્થિત લા મેરિડિયન હોટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામને આસામના ગુવાહાટીમાં લઇ જવામાં આવ્યા હતા.આ મુદ્દે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ (Congress)પ્રમુખ હસમુખ દેસાઈએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને હોટેલ લા-મેરેડીયનમાં કોણે ઉતાર્યા અને કોણે પેમેન્ટ કર્યા તેની સઘન તપાસની માંગ કરી છે. તેઓએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી એસઆઈટી તપાસની માંગ પણ કરી છે.
મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ પડતા 45 ધારાસભ્યોએ સુરત આવ્યા બાદ આસામના ગુવાહાટી ગયા હતા.આ મુદ્દે સુરત કોંગ્રેસ દ્વારા રહી રહીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરીને એસઆઈટી તપાસની માંગણી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે લા મેરિડિયન હોટેલમાં રોકાયેલા ધારાસભ્યોને કોણે અહી રોકાવાની સગવડ કરી આપી અને પેમેન્ટ કોણે કર્યું તે સહિતની તપાસ પોલીસ પાસે થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઇ છે.
અગાઉ પણ ભાજપ દ્વારા આ પ્રકારનું ષડયંત્ર રચાયું હતું. પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી. ત્યારે હવે ફરીથી મહારાષ્ટ્રની સરકારને તોડી પાડવા માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. જેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે અને આ પ્રકારની રાજનીતિ અને વખોડી કાઢીએ છીએ.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ દ્વારા મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખી હોટલને બુક કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ હેલિકોપ્ટર અને કાર મારફતે બળવાખોર ધારાસભ્યોને સુરત લાવવામાં આવ્યા હતા. ત્યારે આ ધારાસભ્યોને કોણે આ હોટેલમાં સુવિધા કરી આપી તથા આ રૂપિયા કોના દ્વારા ચૂકવ્યા તેમજ લા મેરિડિયનના સીસીટીવી જાહેર કરવામાં આવે. જેથી ભાજપના કયા કયા નેતાઓની સંડોવણી છે તે પણ તેના દ્વારા બહાર આવી શકે તેવી માંગણી કરવામાં આવી છે.
Published On - 9:51 am, Wed, 29 June 22