Surat: સચિનના ઔધોગિક વિસ્તારમાં પૂરતી વીજળી ન અપાતી હોવાની નાણામંત્રીને ફરિયાદ

|

Jun 03, 2022 | 7:28 PM

ડીજીવીસીએલ (DGVCL) દ્વારા એ જ જૂની પદ્ધતિ પ્રમાણે વીજ પુરવઠો આપવામાં આવતા સતત વીજકાપની સમસ્યાથી અહીંના ઉદ્યોગકારોને હેરાન થવાનો વારો આવે છે.

Surat: સચિનના ઔધોગિક વિસ્તારમાં પૂરતી વીજળી ન અપાતી હોવાની નાણામંત્રીને ફરિયાદ
Sachin GIDC (File Image )

Follow us on

સચીન જીઆઇડીસી (Sachin GIDC) અને આસપાસની અન્ય ઇન્ડસ્ટ્રી(Industries )  સમયની સાથે વિકસિત થઇ છે. પરંતુ આજે ડીજીવીસીએલ (DGVCL) દ્વારા જુના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રમાણે જ વીજળી પણ આપવામાં આવે છે. જેને લઇને ઉદ્યોગોને સતત વીજકાપનો ઈન્ડસ્ટ્રીયલ કો-ઓ-સોસાયટી દ્વારા કરી હતી અને માગ કરી હતી કે મંત્રી કનુ દેસાઇને લેખિતમાં રજૂઆત છે અને નવી મશીનરી આવી રહી છે તેની જરૂરીયાત મુજબ વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી વીજળી આપવા માગ કરવામાં આવી છે.

સચીન કો-ઓ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્રમુખ રમા રામોલીયાએ જણાવ્યું હતું કે, સચીન જીઆઇડીસી 2250 યુનીટ તથા તેને પાસે ડેવલપ થયેલા ટેક્સટાઈલ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક મળીને અંદાજીત વધુ 2 હજાર જેવા નવા ટેક્ષટાઈલ યુનીટો કાર્યરત થયા છે, તેમજ હાલમાં જે વિવિંગ એકમોમાં પણ મશીનરીમાં અપગ્રેડેશન થવાથી વીજળીની ડીમાન્ડ ચાર ગણી વધી ગઈ છે.

ડી.જી.વી.સી.એલ.ની સચીન સબ ડીવીઝન કચેરી-1 પાસે જરૂરીયાત મુજબનું ઈલેકટ્રીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર જેમકે, ૫૦૦ અને ૨૦૦ કેવીએનાં ટ્રાન્સફોર્મરો, કંડકટર અને જરૂરી ૧૫૦ વે૨ એમએમનો કેબલ પણ ઉપલબ્ધ નહીં હોવાથી ઉદ્યોગોને જરૂરીયાત મુજબનો પાવર સપ્લાય પુરી પાડી શકે તેમ સક્ષમ નથી.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

રામોલીયાએ વધુમાં જણાવ્યું હતું કે અનેક મશીનરીઓ આવીને પડી છે પરંતુ વીજળીની અછતને કારણે એ મશીનો ઇન્સ્ટોલ નથી થઇ શક્યા અને ઉદ્યોગકારોના બેંકના ઇન્સ્ટોલમેન્ટ ચાલુ થઇ ગયા છે. જેથી રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી કનુ દેસાઇની સાથે, રાજ્યમંત્રી મુકેશ પટેલ, તેમજ ડીજીવીસીએલના તમામ અધિકારીઓને પણ વીજળી માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પુરૂ પાડવા વિનંતી કરવામાં આવી છે.

સચિન અને પાંડેસરાની ઘણી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઇ રહી છે, ત્યારે સમયની સાથે માગ પણ બદલી છે. પણ ડીજીવીસીએલ દ્વારા એ જ જૂની પદ્ધતિ પ્રમાણે વીજ પુરવઠો આપવામાં આવતા સતત વીજકાપની સમસ્યાથી અહીંના ઉદ્યોગકારોને હેરાન થવાનો વારો આવે છે. જેથી નવી મશીનરીની જરૂરિયાતને પહોંચી વળવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા અહીંના ઉધોગકારો દ્વારા નાણામંત્રીને માગ કરવામાં આવી છે. તેમજ વારંવાર થતા વીજ પુરવઠાને નિવારવા પણ રજૂઆતો કરવામાં આવી છે.

Next Article